Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ટોળા ભેગા કરનાર દુકાનો સામે કડક કાર્યવાહી : બે દી'માં ૩૯ ચા-પાનના ગલ્લા સીલ

રૈયા રોડ-ગાંધીગ્રામ, યુનિવર્સિટી રોડ, સંત કબીર રોડ, પારેવડી ચોક, બાબરિયા મેઇન રોડ, કેનાલ રોડ અને લક્ષ્મીનગર મેઇન રોડ પર મ.ન.પા.ની ચેકીંગ સ્‍કવોર્ડનો સપાટો

રાજકોટ,તા. ૧૯:  રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્‍ત ટીમો દ્વારા વ્‍યવસાયિક એકમના સ્‍થળોએ ફરજીયાત માસ્‍કનું પાલન થાય તે સુનિતિ કરવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. વ્‍યવસાયિક એકમો કે જયાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્‍ક પહેરે તે ખુબ જ જરૂરી છે અન્‍યથા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્‍યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્‍ક પહેરી જ રાખે તે સુનિતિ કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત ગઇ કાલે ૨૨ અને આજે તા. ૧૯ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્‍યાન જે વેપારી માસ્‍ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સામાન વેચતા હતા અને પોતે પણ માસ્‍ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્‍ટન્‍સ ન જાળવ્‍યું હોય તેવા મળીને કુલ ૩૯  ચા-પાન અને હોટેલોને સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્‍યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં (૧) ખોડીયાર હોટલ એન્‍ડ પાન, રૈયા રોડ, (૨)વચ્‍છરાજ હોટલ, રૈયા રોડ, (૩)મોમાઈ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંક્‍સ, નાણાવટી ચોક, ગાંધીગ્રામ,(૪ )બીગ પોઈન્‍ટ ચા, નાણાવટી ચોક, ગાંધીગ્રામ, (૫)મોમાઈ રેસ્‍ટોરન્‍ટ, રૈયા ચોકડી, (૬)ક્રિષ્‍ના ડીલક્‍સ પાન હોટલ, યુનિ. રોડ, (૭)ક્રિષ્‍ના હોટલ, યુનિ. રોડ,(૮) જુલેલાલ પાન શોપ, યુનિ. રોડ, (૯) શાહમદાર પ્રોવિઝન સ્‍ટોર, બાબરીયા મેઈન રોડ, (૧૦)ભારત બેકરી, ગાયત્રી મેઈન રોડ, (૧૧) ભવાની બેકરી, લક્ષ્મીનગર મેઈન રોડ,(૧૨)આશા ટેલીકોમ, કેનાલ રોડ, (૧૩) ખોડીયાર કોલ્‍ડ્રીંક્‍સ, સંત કબીર રોડ, (૧૪) માટેલ પાન, સંત કબીર રોડ, (૧૫) આપા ડીલક્‍સ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંક્‍સ, સંત કબીર રોડ,(૧૬) શક્‍તિ ટી સ્‍ટોલ, સંત કબીર રોડ, (૧૭)ગાત્રાળ ટી સ્‍ટોલ, પારેવડી ચોકનો વગેરેનો સમાવેશ થાય છે જે સાત (૭) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

 

(3:36 pm IST)
  • દિલ્હીમાં આજે રાતથી અઠવાડીયાનું લોકડાઉન : પાટનગર દિલ્હીમાં કોરોના બેફામ બનતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાત્રે ૧૦ વાગ્યાથી આવતા સોમવારે સવારે ૫ સુધીનું લોકડાઉન જાહેર કર્યુ છે : આમ દિલ્હીમાં ઍક અઠવાડીયાનું સજ્જડ લોકડાઉન જાહેર થયુ છે access_time 12:11 pm IST

  • 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપવાની માંગ કરતી, દાખલ કરેલી અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે access_time 10:23 pm IST

  • સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યું છે કે ડીઆરડીઓએ SpO2 (બ્લડ ઓક્સિજન સંતૃપ્તિ) ની પૂરક ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે જેનો ઉપયોગ મધ્યમ લક્ષણોવાળા કોવિડ19 દર્દીઓમા ઓક્સિજન ફ્લો થેરેપી માટે થઈ શકશે. access_time 5:11 pm IST