Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોઠારીયા સોલવન્‍ટ માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનના ધડ-માથું નોખા

આશરે ૩૦ વર્ષના યુવાનની ઓળખ મેળવવા આજીડેમ પોલીસની તપાસ

રાજકોટ તા. ૧૯: કોઠારીયા સોલવન્‍ટથી માલધારી ફાટક વચ્‍ચેના રેલ્‍વે ટ્રેક પર રાત્રીના પોણા દસેક વાગ્‍યે અજાણ્‍યો આશરે ૩૦ વર્ષનો યુવાન વેરાવળ-રાજકોટ ટ્રેનની ઠોકરે આવી જતાં ધડ માથુ અલગ થઇ જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. વી. કડછા અને મેહુલભાઇએ ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. અજાણ્‍યા યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ યથાવત રાખી છે. તસ્‍વીરમાં દેખાતા મૃતક યુવાન વિશે કોઇને માહિતી હોય કે તેના કોઇ સગા સ્‍વજન પરિચિત હોય તો પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(10:40 am IST)