Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કાલે મોહનભાઈને દુવા - આર્શીવાદનો કાર્યક્રમ

રાજકોટ માટે એઈમ્સ મંજૂર કરાવવા મહદ અંશે પ્રયાસો કર્યા'તા

રાજકોટ, તા. ૧૯ : દેશની શ્રેષ્ઠ આરોગ્ય સેવાના કેન્દ્ર જેવી એઈમ્સ સંસ્થા રાજકોટને મળી છે તે સૌ કોઈ શહેરીજનો જાણે છે. 'એઈમ્સ'ને રાજકોટમાં મંજૂર કરાવવામાં સાંસદ મોહનભાઈ કુંડારીયાનું મહત્વપૂર્ણ યોગદાન હતું. આ સત્કાર્ય બદલ આવતીકાલે મોહનભાઈને દુવા અને આર્શીવાદનો કાર્યક્રમ રાખેલ છે.

આવતીકાલે તા.૨૦ના શનિવારે સાંજે ૭ કલાકે માર્કેટ યાર્ડ પાછળ આવેલ નરશીનગર સોસાયટી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને કોર્પોરેટર અનિલભાઈ રાઠોડ સહિતના આગેવાનો - કાર્યકરો ઉપસ્થિત રહેશે.

મોહનભાઈને દુવા અને આર્શીવાદના કાર્યક્રમમાં નગરજનોને ડીએમકે યુવા ગ્રુપના અયોધ મકવાણા અને નૈચી મકવાણા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

(4:18 pm IST)
  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST