Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સફાઇ કામદારોનુ ૮માં દિવસે ઉપવાસ આંદોલન

રાજકોટઃ અખિલ વાલ્મિકી સમાજ દ્વારા સફાઈ કામદારોની ભરતીની માંગ સાથે મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ચાલી રહેલા પ્રતિક ઉપવાસ આંદોલન દરમિયાન આજે જનરલ બોર્ડ પુર્વે સાવણા બતાવી અને ફુલ અપી આશ્ચર્યજનક કાર્યક્રમ અપાયો હતો તે વખતની તસ્વીર. આ અંગે અખિલ વાલ્મિકી સમાજની યાદીમાં જણાવાયા મુજબ આજે બપોરે ૧૧ વાગ્યે યોજાયેલા આ આશ્ચર્યજનક કાર્યક્રમમાં 'સફાઈના કોન્ટ્રાકટ બંધ કરી ભરતી કરો' તેવી આહુતીઓ આપવામાં આવી હતી. હવનના આ આશ્ચર્યજનક કાર્યક્રમમાં જગદીશભાઈ સોલંકી, બટુકભાઈ વાઘેલા, યતિનભાઈ વાઘેલા, મનોજભાઈ ટીમાણીયા, કમલેશભાઈ વાઘેલા, નારણભાઈ પુરબીયા, વિઠ્ઠલભાઈ પુરબીયા, ભરતભાઈ બારૈયા, નિતીનભાઈ વાઘેલા, શેમુ વાઘેલા, રમેશભાઈ જેઠવા, ખીમજીભાઈ જેઠવા વગેરે આગેવાનો જોડાયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૨૮)

 

(4:27 pm IST)