Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આવતી કાલથી લાયસન્સ વગર વાહન ચલાવનારા છાત્રોના વાહન ડિટેઇન થશે

જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી દરરોજ ૧૦ સ્કૂલ ખાતે ડ્રાઇવ : હેડકવાર્ટર ખાતે વાહન લઇ જઇ ત્યાં વાલીઓને બોલાવી આરટીઓનો મેમો અપાશે

રાજકોટ તા. ૧૯: શહેરના વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી સતત કાર્યરત રહે છે. આવતીકાલથી શહેર ટ્રાફિક પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ દરરોજ ૧૦-૧૦ સ્કૂલો ખાતે  સવાર અને બપોરના સમયે ડ્રાઇવ રાખી લાયસન્સ વગર શાળાએ વાહનો લઇને આવતાં છાત્રોના વાહનો ડિટેઇન કરી હેડકવાર્ટર લઇ જવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એ પછી જે તે વાહનચાલક છાત્રના વાલીઓને હેડકવાર્ટર ખાતે બોલાવી ત્યાંથી આરટીઓને મેમો આપવામાં આવશે. છાત્રોના હિત માટે વાલીઓ તેમને લાયસન્સ ન હોય તો વાહન ચલાવવા ન આપે તે જરૂરી છે. આ નિયમનું કડક રીતે પાલન કરાવવામાં આવશે તેમ જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું છે.

(4:09 pm IST)