Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શિક્ષણ સમિતિ દ્વારા ગુરૂવારે રમતોત્સવ

૨૩ થી૨૬ ફેબ્રુઆરી ત્રણ ઝોનમાં વાલી સંમેલન : તા. ૨૮ થી ર માર્ચ સુધી બાજપાઇ ઓડિટોરીયમમાં સાંસ્કૃતીક કાર્યક્રમ : શિક્ષણ સમીતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરની જાહેરાત

રાજકોટ તા ૧૯ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલુ ફેબ્રુઆરી તથા આગામી માર્ચમાં બાળકોના સર્વાગી વિકાસ તથા શિક્ષણ સમિતિ ના વિવિધ પ્રવૃતિ પ્રોજેકટની માહિતી વાલીઓનેમળે તે માટે બાળ રમોત્સવ - વાલી સંમેલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

સમગ્ર કાર્યક્રમની માહીતી આપતા ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઇસચેરમેન ભારતીબેન રાવલે વધુમાં જણાવેલ છે કે તા. ૨૧મી એ ગુરૂવારે એથ્લેટીક ગ્રાઉન્ડ,રેસકોર્ષ ખાતે શહેર કક્ષાનો બાળ રમોત્સવ યોજવામાં આવેલ છે, જેમાં લીબૂ઼ ચમચી/૫૦-૧૦૦ મીટર દોડ, ખોખો, લંગડી, કબડી જેવી ઇવેન્ટમાં૦ શિક્ષણ સમિતીના ઝોન કક્ષાના વિજેતા બાળકો ભાગ લેશે.

આ ઉપરાંત શિક્ષણ સમીતીના વાલીઓ માટે સેન્ટ્રલ/ઇસ્ટ/ વેસ્ટ એમ ત્રણ ઝોનમાં વિશાળ વાલી સંમેલન યોજવામાં આવશે. જેમાં નિષ્ણાંત મોટીવેશનલ વકતા વાલીઓને સંબોધન કરહે, જેમાં તા. ૨૩મી એ શનીવારે સવારે ૧૦ વાગ્યે શાળા નં. ૧૯૧૯ ખાતે તથા બરપોરે ૪.૦૦ વાગ્યે શાળા નં. ૬૩ ખાતે તથાતા. ૨૫મી ને સોમવારે શાળા નં. ૨૬ ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યે તથા શાળા નં.૬૭ માં બપોરે ૪.૦૦ વાગ્યે તેમજ ૨૬મીને મંગળવારે સવારે ૧૦.૦૦ વાગ્યે શાળા નં. ૬૯ ખાતે તથા બપોરે ૪.૦૦ વાગ્યે શાળા નં.૯૩ ખાતે વાલી સંમેલન યોજાશે. વાલી સંમેલન સ્થળે યોજાયેલ કાર્યક્રમમાં આસપાસની  તમામ શાળાના વાલીઓ જોડાશે.

તા. ૨૮ ફેબ્રુ/૧-૨ માર્ચે અટલ બિહારી બાજપાઇ હોલ ખાતે સાંજે ૬ થી ૯ શિક્ષણ સમિતિના બાળકોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે. વેસ્ટ/ઇસ્ટ તથા સેન્ટ્રલ ઝોન નો કાર્યક્રમ અલગ અલગ તારીખે યોજવામાં આવેલ છે.

સમગ્ર આયોજન મળેવિવિધ સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં શાસનાધિારી સંજયભાઇ ડોડિયા, યુ.આર.સી. કો. ઓર્ડી. શ્રી તમામ વોર્ડના સી.આર.સી. આચાર્ય શાળા પરિવાર કાર્યક્રમ સંદર્ભે આયોજન કરી રહ્યા છે.

સમગ્ર આયોજનમાં શિક્ષણ સમિતીના સદ્સ્યો સર્વ  મુકેશભાઇ મહેતા, કિરણબેન માંકડિયા, ગોૈરવીબેન ધ્રુવ,  અલ્કાબેન  કામદાર , ભાવેહભાઇ દેથરિયા, સંજયભાઇ હિરાણી, જગદીશભાઇ ભોજાણી, કિશોરભાઇ રાઠોડ, ડો. રાજેશભાઇ ત્રિવેદી, રહિમભાઇ સોરા, શરદભાઇ તલસાણિયા, મુકેશભાઇ ચાવડા, ધિરજભાઇ મુંગરા માર્ગદર્શન આપી રહ્યા છે.

શિક્ષણ સમિતીના આ આયોજનને સફળ બનાવવા સ્ટેજ સમિતી, પ્રેસ સમિતી, સાંસ્કૃતિક કાર્યક્રમ કમીટી, ગ્રાઉન્ડ સમિતી, વાલી  સંમેલન સમિતી, ટ્રાન્સપોર્ટ સમીતી જેવી વિવિધ સમિતી બનાવવામાં આવી છે. (૩.૧૮)

 

 

(3:52 pm IST)