Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ટેલીકોમ કર્મચારીઓની હડતાલનો બીજો દિ' : બીલીંગ સહિતની કામગીરી ઠપ્પ : ફરિયાદોના ઢગલા : લોકોમાં ભારે દેકારો

રાજકોટ સહિત દેશભરમાં દેખાવો : હડતાલથી કરોડોનું નુકસાન : હજુ કાલે પણ હડતાલ ચાલુ રહેશે

રાજકોટ, તા. ૧૮ : ગઇકાલથી દેશના ૧ લાખ ૭ર હજાર ટેલીકોમ કર્મચારીઓ-અધિકારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. ઓલ યુનિયન એન્ડ એસો. ઓફ BSNL દ્વારા આ એલાન અપાયું છે. આજે બીજા દિવસે જયુબેલી બાગ ખાતે શહીદોને શ્રદ્ધાંજલી બાદ હડતાલ શરૂ કરી દેવાઇ હતી.

લાખો કર્મચારી BSNL બચાવવા અને કોઇ કાલે ટેલીકોમને બંધ નહીં થવા દેવાયના નારા સાથે તથા સરકારી બેવડી નીતિ સામે કર્મચારીઓએ એલાને જંગ કર્યું છે.

હડતાલને કારણે રાજકોટ BSNLની લોહાનગર મુખ્ય કચેરી સહિત તમામ કચેરી સુમસામ બની ગઇ છે, તમામ કામ ઠપ્પ થઇ ગયા છે, ફરીયાદોના ઢગલા થયા છે, શહેરના અનેક વિસ્તારમાં લેન્ડલાઇન - બ્રોડબેન્ડ સેવાને અસર થઇ છે, બીલીંગ - નવા કનેકશન સહિતની કામગીરી ઠપ્પ થઇ છે, લોકોમાં દેકારો બોલી ગયો છે.

યુનિયન અગ્રણીઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે માસથી  BSNL ફાયનાન્સીયલ ક્રાઇસીસમાં છે. પગારમાંથી રીકવરી કરાયેલ કરોડો રૂપિયા સોસાયટી-બેન્ક-એલઆઇસીને નહિ ચૂકવાતા કર્મચારીઓ ચિંતાતુર બન્યા છે.

ડોટના કર્મચારીઓ-અધિકારીઓને ૭મા પગાર પંચનો લાભ આપી દેવામાં આવ્યો છે. આ નવુ પગારપંચ લાગુ થઇ ગયું છે. જયારે ડોટમાંથી  BSNLએ ગયેલા અંદાજે ૧.૭ર લાખ BSNL ના કર્મચારીઓ-અધિકારીઓને પગારપંચનો લાભ આપવામાં આવેલ નથી તથા હાલમાં  BSNL ખોટ કરતું હોય આ લાભ મળવાપાત્ર નથી તેવું સ્પષ્ટ જવાબ દેવામાં આવ્યું છે. આ અનુસંધાને કમ્યુનીકેશન મરચન્ટ દ્વારા ૯ માસ પહેલા ખાત્રીઓ આપવામાં આવેલ હતી. જેનું પાલન થયું નથી. તાજેતરમાં  BSNL ઉપરફરી હુમલો થયો છે કે બંધ થઇ રહ્યું છે જેથી  BSNL ના કર્મચારીઓમાં ભયંકર આક્રોશ છે.  BSNLમાં છેલ્લા બે માસમાં હજારોની સંખ્યામાં ગ્રાહકો એમએચપી દ્વારા આપ્યા છે. મૂળ સારી સ્કીમો છે. ૪જી માટે પ્રયત્ન ચાલુ છે.

BSNLનેલોન આપવામાં નથી આવતી BSNLને બંધ કરવા કોશિષ કરવામાં આવી રહી છે જે અનુસંધાને જમ્મુ-કાશ્મીરને બાદ કરતા  BSNLના ૩પ ટેલીકોમ સામે ત્રણ દિવસ અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરવામાં આવેલ છે. રાજકોટમાં પણ આ હડતાલ ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં હડતાલ કરવામાં આવી છે.(૨૧.૧૨)

(11:41 am IST)