Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

રાજકોટ એન્જીનીયરીંગ એસો.ના માજી પ્રમુખ સામેનો દુષ્કર્મનો મામલો ફરી ગરમાયોઃ ''ચાર્જશીટ'' કરવા હુકમ

૪ વર્ષની કાનુની લડત બાદ હાઇકોર્ટ દ્વારા ''ચાર્જશીટ'' રજુ કરવા આદેશ અપાયો

રાજકોટ તા.૧૮: 'રાજકોટ એન્જી.એશો.નાં માજી.પ્રમુખ ગોકુલ સગપરીયાનો દુષ્કર્મ મામલો ફરી ગરમાયો છે. હાઇકોર્ટ 'ગોકુલ સગપરીયા દુષ્કર્મ મામલામાં ડ્રાફટ ચાર્જસીટ હાઇકોર્ટ સમક્ષ રજુ કરવા પોલીસને આદેશ 'આપતા ચકચાર જાગી છે. '૪ વર્ષની લાંબી કાનુની લડત બાદ પીડીતાને ન્યાય મળવાની આશા' જાગી છે.

બનાવની ટૂંક હકીકત એવી છે કે ગત તા.૨૩-૧૦-૨૦૧૫ના રોજ રાજકોટ શહેરના મહીલા પોલીસ સ્ટેશનમાં ગીતાંજલી પાર્ક, હસનવાડી મેઇન રોડ ખાતે રહેતા રાજકોટના રહીસ અને વાવડી ગામ ખાતે ગોકુલ ઓટો મેન્યુફેકચરર્સના નામે કારખાનુ ધરાવતા ગોકુલ બાબુભાઇ સગપરીયા વીરૂધ્ધ પીડીતાએ આઇ.પી.સી.ની કલમ ૩૭૬,૫૦૬(૨)મુજબની ફરીયાદ નોંધાવેલ જેમા તપાસ દરમ્યાન આઇ.પી.સી.ની કલમ ૩૫૪(એ), તથા આઇ.ટી.એકટની કલમ ૬૭,૬૭(એ),૬૬(ડી)નો ઉમેરો કરવામાં આવેલ હતો. ફરીયાદમાં કરવામાં આવેલ આક્ષેપો મુજબ આરોપીએ પીડીતાને પોતાના કારખાનામાં નોકરી ઉપર રાખી બરોડા, મુંબઇ જેવા વીવીધ સ્થળોએ લઇ જઇ દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની ફરીયાદ નોંધાવેલ હતી. અત્રેએ નોંધનીય છે કે આરોપી ગોકુલ સગપરીયા બનાવ વખતે રાજકોટ એન્જીનીયરીંગ એશો.ના મહત્વના હોદા ઉપર બીરાજ માન હતો.

સદરહુ ફરીયાદ નોંધાતા આરોપીએ ફરીયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં કવોસીંગ પીટીશન ફાઇલ કરેલ હતી જે પીટીશન સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે જે તે વખતે કવોસીંગ પીટીશનનો ન્યાયીક નીકાલ નથાય ત્યા સુધી આરોપી વીરૂધ્ધ સખત પગલા નભરવા અંગે મનાઇ હુકમ ફરમાવેલ પરંતુ પોલીસે કાયદા અનુસાર પોતાની તપાસ ચાલુ રાખવી તે મતલબનો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત હુકમ બાદ પોલીસ દ્વારા તપાસ બંધ કરી દેવામાં આવતા પીડીતાએ તેના એડવોકેટ મારફત હાઇકોર્ટ પીટીશન દાખલ કરેલ તે વખતે જસ્ટીસશ્રી જે.બી.પારડીવાલા તા.૪-૧-૨૦૧૬ના રોજ સદરહુ કેસની તપાસ કાયદા મુજબ ચાલુ રાખવા પોલીસને હુકમ ફરમાવેલ ત્યારે બાદ સદરહુ ગુન્હા સંદર્ભે પોલીસે પોતાનુ આગળની તપાસ ચાલુ રાખેલ અને પીડીતાનું પણ સી.આર.પી.સી.ની કલમ ૧૬૪ મુજબનું મેજીસ્ટ્રેટ સમક્ષનું નીવેદન પોલીસ દ્વારા લેવડામાં આવેલ તેમજ આ સીવાય પીડીતાએ જરૂરી એવા પુરાવાઓ તપાસના કામે પોલીસ સમક્ષ રજુ રાખેલ તેમજ પીડીતાએ આ ફરીયાદ નોંધાવ્યાના આગલે દીવસે આરોપીના ભાઇઓએ પીડીતા તેમજ તેના પરીવારજનો સાથે મીટીંગ કરેલ જે મીટીંગમાં પણ ફરીયાદ નકરવા અંગે પીડીતાને દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો.

પોલીસ પાસે આરોપી વિરૂધ્ધ ચાર્જસીટ કરવા અંગે પુરતા પુરાવાઓ ઉપલબ્ધ હોય પરંતુ આરોપીએ કરેલ કવોસીંગ પીટીશનમાં ગુજરાત હાઇકોર્ટનો આરોપી વિરૂધ્ધ સખત પગલા નલેવા તથા હાઇકોર્ટની પૂર્વ પરવાનગી વીના ટ્રાયલ કોર્ટમાં ચાર્જસીટ નકરવા અંગેનો મનાઇ હુકમ હોય અને ઘણા લાંબા સમયથી મેટર પેન્ડીંગ હોય પીડીતાએ પોતાના એડવોકેટ શ્રી સંજય એચ.પંડિત મારફત આરોપીને આપવામાં આવેલ રક્ષણ એટલેક સ્ટે પરત ખેચી લેવા અને તાત્કાલીક સુનવણી હાથધરવા પીટીશન ફાઇલ કરેલ જે અનુસંધાને સુનવણી ચાલુ થતા ગત તા.૧૩-૨-૨૦૧૯ના રોજ હાઇકોર્ટના જસ્ટીસશ્રી એ.એસ.સુપૈયાએ પોલીસને તમામ પુરાવાઓ સાથેનું ડ્રાફટ ચાર્જસીટ તૈયાર કરી હાઇકોર્ટ સમક્ષ રજુ રાખવાની સુચના આપેલ છે જે અંગે વધુ સુનવણી તા.૧૩-૩-૨૦૧૯ના રોજ મુકરર કરવામાં આવેલ છે.

અત્રેએ નોંધનીય છે કે આશરે ૪ વર્ષની લાંબી કાનુની લડત બાદ ડ્રાફટ ચાર્જશીટ હાઇકોર્ટ સમક્ષ રજુ રાખવાની સુચના આપવામાં આવેલ છે. આ કામે પીડીતા વતી કીશોર આણંદજીવાલા, સંજય એચ.પંડિત તેમજ કુણાલ શાહી વીગેરે રોકાયેલ છે.(૭.૫૬)

(3:43 pm IST)