Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગોંડલ રોડ પરથી વિવેક ચૌહાણ ચોરાઉ લેપટોપ સાથે પકડાયો

યુપીના શખ્સે મનહર પ્લોટમાં હોસ્ટેલમાંથી લેપટોપ ચોરી કર્યાની કબુલાત

રાજકોટ,તા. ૧૯: શહેરના ગોંડલ રોડ પર સુર્યકાંત હોટલ પાસેથી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે યુપીના શખ્સને ચોરાઉ લેપટોપ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર એક શખ્સ ચોરાઉ લેપટોપ લઇને ઉભો હોવાની એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હારૂનભાઇ ચાનીયા તથા કોન્સ.નરેશભા ઝાલાને બાતમી મળતા પીઆઇ સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.એમ.ભટ્ટ, એ.એસ.આઇ ભરતસિંહ ગોહીલ, ધર્મેશભાઇ ખેર, હેડ કોન્સ. વી.ડી.ઝાલા, હારૂનભાઇ, મૌલીકભાઇ, મેરૂભા ઝાલા, નરેશભાઇ ઝાલા, રામભાઇ તથા જગદીશભાઇ વાંક  સહિતે ગોંડલ રોડ પર સુર્યકાંત હોટલ પાસેથી વિવેક બિરેન્દ્રસિંહ ચૌહાણ (ઉવ. ૩૫) (રહે. ભુતખાના ચોક રોયલ કોમ્પ્લેક્ષ મુળ ધાટમપુર, ઉત્તરપ્રદેશ) ને રૂ. ૩૦ હજારની કિંમતના ચોરાઉ લેપટોપ સાથે પકડી લીધો હતો. પુછપરછ તેણે થોડા દિવસ પહેલા મનહરપ્લોટમાં આવેલી હોસ્ટેલના રૂમમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(3:05 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસ 2 લાખથી ઓછા : સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9972 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,82,647 થઇ :એક્ટિવ કેસ 1,97,818 થયા: વધુ 17,116 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,27,852 થયા :વધુ 137 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,593 થયા access_time 1:08 am IST

  • પંચાયતોના આરોગ્‍ય કર્મચારીઓ ફરજ પર હાજર ન થાય તો કડક પગલા : વોરંટ, સસ્‍પેન્‍ડ સુધીના પગલાની સરકારની તૈયારી : વધુ સંઘર્ષ કે સમાધાન ? બપોરે કર્મચારી મહાસંઘની બેઠકમાં હડતાલ અંગે ફેંસલો access_time 11:44 am IST

  • ખુલ્લેઆમ દાદાગીરી : રાજસ્થાનના જયપુરમાં માસ્ક પહેર્યા વિના બેઠેલા યુવકને નિર્ભયા સ્ક્વોડની મહિલા કોન્સ્ટેબલે ટોકતા નાક ઉપર ઘુસ્તો મારી દીધો : નાકનું હાડકું તોડી નાખ્યું : યુવકની ધરપકડ કરી ફરજમાં રૂકાવટનો કેસ દાખલ કરાયો access_time 7:05 pm IST