Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મોરબી રોડના ચાંદીકામના કારીગર અનિલ સભાયાએ રેસકોર્ષ રીંગ રોડ પર ઝેર પીધું

વ્યાજખોરીમાં ફસાયાની સ્વજનોએ શકયતા દર્શાવીઃ ભાનમાં આવે તેની જોવાતી રાહ

રાજકોટ તા. ૧૮: શહેરના મોરબી રોડ પર રહેતાં અને ચાંદી કામ કરતાં અનિલભાઇ પરષોત્તમભાઇ સભાયા (ઉ.૩૪) નામના લેઉવા પટેલ યુવાને બપોરે રેસકોર્ષ રીંગ રોડ પર એનસીસી ચોકમાં ઝેર પી લેતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

અનિલભાઇએ ઝેર પી લેતાં તેના મોબાઇલ ફોનમાંથી કોઇએ તેના સ્વજનને વાત કરતાં બધા હોસ્પિટલે દોડી આવ્યા હતાં. અનિલભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના છે અને સંતાનમાં એક પુત્રી છે. તે ચાંદી કામ કરે છે. કેટલાક લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હોઇ વ્યાજખોરીમાં ફસાયાની શકયતા તેની સાથેના પરિચીતોએ જણાવી હતી. અનિલભાઇ ભાનમાં આવ્યા બાદ સાચી વિગતો બહાર આવશે.

(3:50 pm IST)