Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કાલાવડ રોડ પર ગાંઠીયાની રેકડી રાખવા બાબતે મામા-ફઇના ભાઇઓ વચ્ચે ધબધબાટી

સુર્યકાંત જોષી અને પારસ મહેતા સામે સુલેહ શાંતિ ભંગનો ગુનો

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર ખેતલા આપા ટી સ્ટોલ સામે ગાંઠીયાની રેંકડી રાખવા પ્રશ્ને મામા-ફઇના ભાઇઓ જાહેરમાં બખેડો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શહેરના કોઠારિયા સોલવન્ટ પાસે હરીદ્વાર સોસાયટી શેરી નં. ર માં રહેતો પારસ મનુસુખભાઇ મહેતા (ઉ.વ. ૧૯) અને તેના ફઇનો દીકરો સુર્યકાંત બાબુભાઇ જોષી (ઉ.વ. ૩ર) (રહે. મવડી ચોકડી ઉદયનગર-ર શેરી નં. ૧૧) બંને કાલાવડ રોડ પર ખેતલા આપા ટી સ્ટોલ સામે ગાંઠીયાની રેંકડી રાખવા બાબતે જાહેરમાં ગાળો બોલી મારામારી કરતા હતા. દરમ્યાન તાલુકા પોલીસ મથકના પીસીઆર વાનના કોન્સ. સુરેશભાઇ સહિત ત્યાંથી પસાર થતા બંનેને જાહેરમાં ઝઘડો કરતા જોઇ બંનેને પકડી તાલુકા પોલીસ મથકમાં લઇ જવાયા હતા. બાદ એએસઆઇ એ. એમ. જાડેજા તથા રીતેષભાઇ પટેલે બંને વિરૂધ્ધ જાહેરમાં સુલેહશાંતિના ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(3:38 pm IST)