Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જીંદગી મિલ કે બિતાયેંગે હમ.... કાલે સૂરો વરસશે

સ્વર સાધના સંગીત એકેડેમીના લલિતભાઈ ત્રિવેદીનો સંગીત સંધ્યા કાર્યક્રમ : ગાયકો લલિતભાઈ ત્રિવેદી- કિશોરસિંહ જેઠવા- અજય દવે- એશ્વર્યા રાજલક્ષ્મી- રાજેશ્રી દવે- સંજય મહેતા- જાગૃતિ દવે- પૂનમ ગજેરા- ભાવના અંબાસણા- નટુભાઈ પાણખણીયાઃ વિનામૂલ્યે કાર્યક્રમ

રાજકોટ,તા.૧૮: સ્વર સાધના એકેડમી રાજકોટ લલિતભાઈ ત્રીવેદી દ્વારા પ્રસ્તુત સંગીત સંધ્યા અરવિંદ મણિયાર હોલ  આવતીકાલે ખાતે તા. ૧૯ના શનિવારે  રાત્રે ૮: ૪૫ કલાકે સ્ટુડન્સ દ્વારા 'જીંદગી મીલ કે બીતાયેગે હમ' શિર્ષક તળ લાઈવ ઓરકેષ્ટાના સાનિધ્યમાં થનાર છે.

રાજકોટમાં સંગીતની લગભગ ૮૦ થી વધારે એકેડમી ચાલે છે પરંતુ સંગીત ક્ષેત્રે જેને રાજકોટમાં ભીષ્મ પિતામહ કહેવાય છે તેવા સંગીત નિર્દેશન લલિતભાઈ ત્રીવેદીની રાહબારી નીચે સ્વર સાધના એકેડમીના છાત્રો દ્વારા તા. ૧૯  શનિવારે કાલે રાત્રે ૮:૪૫ કલાકે અરવિંદ મણિયાર હોલ ખાતે લાઈવ ઓરકેષ્ટાના સાનીધ્યમાં જૂના યાદગાર ફિલ્મી ગીતોનો ખજાનો લઈ રંગીલા રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે ફ્રી ઓફ ચાર્જ સંગીત સંધ્યાનો કાર્યક્રમનું આયોજન રાખેલ છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાનો મેયર શ્રી બીનાબેન આચાર્ય, શ્રીગાયત્રીબા અશોકસિંહ વાઘેલા (મહિલા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ કોગ્રેસ), શ્રી મનોહરસિંહ જાડેજા (ડી.સી.પી. ઝોન-૨, રાજકોટ શહેર પોલીસ), શ્રી નિતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી) કલાકારોને પ્રોત્સાહીત કરશે.

સ્વર સાધના એકેડમી જાન્યુ.૨૦૧૪માં સ્થાપના થઈ હાલ ૪૦ જેટલા સ્ટુડન્સ ૩ દિવસ લલિતભાઈ ત્રીવેદી પોતાના રેસીડેન્ટે ફ્રી ક્રોચીંગ સેવા આપે છે. તેમની ૮૦ વર્ષની ઉંમરે પણ હજી તેનો સંગીત પ્રત્યેનો લગાવ દબદબો અવિસ્મરણીય છે. તેઓ મુંબઈ ખાતે મહાન સંગીતકાર શંકર જયકિશન, ઓ.પી. નૈયર, કલ્યાણજી આણંદજી અને મદન મોહન સાથે સહાયક તરીકે સેવા આપેલ હતી. ૫૦ વર્ષનો પોતાનો સંગીત પ્રત્યેનો નીચોડ સાથે આ એક કાર્યક્રમનું આયોજન કરેલ છે. તેઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં યોજાતી સંગીત સ્પર્ધાઓમાં એમની નિર્ણાયક તરીકે અનેરૂ સ્થાન ધરાવે છે.

જીંદગી મીલ કે બીતાએંગે, જાને ચમન સોલાબદન, બાજીગર ઓ બાજીગર, સોલા બરસકા બાલી ઉમર કો સલામ, આજા સામ હોને આઈ,  જેવા સુમધુર-૨૬ જેટલા ગીતો ગાયક કલાકાર લલિતભાઈ ત્રીવેદી, અજય દવે, નટુભાઈ પાણખણીયા, કિશોરસિંહ જેઠવા, સંજય મહેતા, ભાવનાબેન અંબાસણા, જાગૃતીબેન દવે, પુનમ ગજેરા, ઐશ્વયા રાજલક્ષ્મી, રાજશ્રીબેન દવે પીરસશે.

કલાકારોનો થોડો પરીચયઃ મનીષ જોષી (મ્યુઝીક એરેન્જર) જે રાજકોટ ખાતે નાની ઉંમરે ઘણી જ ખ્યાતિ મેળવેલ છે. હિતેષ મહેતા (ગીટાર) જે સૌરાષ્ટ્રમાં વેસ્ટન મ્યુઝીનનો એક માત્ર કલાકાર જે ગીટારમાં મોનોપોલી ધરાવે  છે. ફિરોઝ શેખ (ઓકટોપેડ) જેણે ઘણા પ્રોગ્રામમાં પોતાનો પરચો પુરો પાડેલ છે, મહેશ ઢાકેચા કોંગો, ઢોલક બોંગોમાં પોતાનું કૌવત બતાવશે. પ્રકાશ વાગડીયા (મલ્ટી સાઈડ) રીધમ સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં જેનું' નામ છે તમામ ઘરવખરી જેટલો સામાન સાથે જ હોય છે. સાઉન્ડ સીસ્ટમમાં આરીફ ડેલા પોતાની નઝાકત બતાવશે. કમ્પેરર તરીકે શ્રી રાજ (અજય) દવે અને એશ્વર્યા રાજલક્ષ્મી પોતાની સ્પીચથી સંગીત પ્રેમી જનતાને જકડી રાખશે.

આ અંગે વધુ વિગત તથા પાસ મેળવવા માટે લલિતભાઈ ત્રીવેદી ૯૭૨૬૩  ૪૪૮૩૦, અજય દવે ૮૬૯૦૮ ૬૩૦૦૩, કિશોરસિંહ જેઠવા ૯૪રપર ૪૮૨૫૧, જાગૃતિબેન દવે ૯૧૦૮ ૫ ૭૨૨૦ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમમાં સરલાબેન ત્રીવેદી, જેન્તીભાઈ ખુંટ, ભરજંનકકીન, એચ.એમ. હર્ષ મ્યુઝીક, બાલાજી એન્ટીક જવેલરી,વિગેરેનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સ્વર સાધના એકેડમીના સર્વશ્રી લલિતભાઈ ત્રીવેદી- સંગીત નિર્દેશક, કિશોરસિંહ જેઠવા- સીંગર, મનીષ જોષી- મ્યુઝીક એરેજજર, ભાવનાબેન અંબાસણા- સંગીર અને અજય(રાજ)- એન્કર નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:33 pm IST)