Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

કુવાડવાઃ જીવાપર પાસે ડમ્પર પાછળ એસટી બસ અથડાઇઃ ચારને ઇજા

રાજકોટ તા. ૧૮: કુવાડવાના જીવાપરના પાટીયા પાસે એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં ચારને ઇજા થઇ હતી.

અકસ્માતના આ બનાવમાં ચારને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોમાં બસના ચાલક મોહમ્મદઇદ્રીશ ફકીરમહમદ સંધી (ઉ.૫૦), મોહનલાલ જીવરાજભાઇ જેઠવા (ઉ.૫૦), ચંદનબેન મોહનલાલ (ઉ.૫૮) તથા હકાભાઇ વહાભાઇ ભરવાડ (ઉ.૬૦)ને સિવિલમાં ખસેડાયા હતાં. કુવાડવા પોલીસે ડમ્પર નં. જીજે૨૫યુ-૪૮૭૨ના ચાલક હાલ કુવાડવા રહેતાં મુળ પોરબંદરના કુછડી ગામના પરબત કેશવભાઇ કુછડીયા (મેર) (ઉ.૨૭)ની ફરિયાદ પરથી એસ.ટી. બસ નં. જીજે૧૮ઝેડ-૧૬૯૨ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.  પરબતના કહેવા મુજબ પોતે રાણાભાઇની વસુંધરા ખાણેથી ડમ્પરમાં પથ્થર ભરી બેટી જવા નીકળ્યો ત્યારે પાછળથી એસ.ટી. બસ ઠાઠામાં અથડાતાં બસમાં ભારે નુકસાન થયું હતું. તેમજ મુસાફરોને ઇજા થઇ હતી. પોતાને ઇજા થઇ નથી. પોલીસે જરૂરી કાર્યવહી કરી હતી.

(11:47 am IST)
  • સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST

  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST