Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મંડળીને લોન પેટે આપેલ ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા.૧૮ : બગસરા નાગરીક શરાફી સહકારી મંડળીની રાજકોટ શાખામાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર સભાસદને રાજકોટની અદાલતે એક વર્ષ સજા ફટકારી છે

બગસરા નાગરીક શરાફી સહકારી મંડળીની રાજકોટ શાખામાં મંડળીના સભાસદ ઉર્ષાતભાઇ દલસુખભાઇ ગોસાઇ લોનની રકમ ભરપાઇ ન કરતાં તેમજ મંડળીના કર્મચારીઓ વસુલાત માટે જાય ત્યારે નાણા ભરપાઇ કરવા માટે પ્રત્યુત્તર ન આપતા હોય અને તેમને વસુલાત માટે આપેલ ચેક બેંકમાં જમા કરાવવામાં આવતા ત્યાર તે ચેક રીર્ટન થયેલ હોય જેના કારણે મંડળીના જનરલ એમ.ડી. નિતેષભાઇ ડોડીયાની સુચનાથી રાજકોટ શાખાના મેનેજર શૈલેષભાઇ દેસાઇએ દશમા એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ ફરીયાદ નોંધાવી હતી.

જે અન્વયે મંડળીના એડવોકેટ અજયભાઇ યાજ્ઞીક દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવેલ અને જે સંદર્ભે કોર્ટે લોન નહી ભરનાર સભાસદને એક વર્ષની જેલની સજા અને ચેકની રકમ ભરવાનો હુકમ કર્યો હતો. તેમજ રકમ ભરપાઇ ન કરે તો વધુ એક માસ સજાનો હુકમ કર્યો હતો.

આ કામમાં બગસરા શરાફી સહકારી મંડળી વતી રાજકોટના એડવોકેટ અજયભાઇ યાજ્ઞીક તથા  યજુવેન્દ્રસિંહ જાડેજા રોકાયેલ હતા.

(3:41 pm IST)
  • રાજકોટમાં સાંજે ઝરમર વરસાદ : સાંજે પોણા સાત વાગ્યે ઝરમર વરસાદ શરૂ થતા રોડ ઉપર પાણી વહી ગયેલ. સખત બફારા બાદ વરસાદ પડી ગયેલ હતો વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. access_time 7:21 pm IST

  • કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળાએ પત્ર લખીને કર્ણાટક સરકાર અને સ્પીકરને આદેશ કર્યો છે કે આવતીકાલે બપોરે 1-30 વાગ્યા સુધીમાં વિધાનસભામાં તેઓ વિશ્વાસનો મત મેળવી લે. access_time 10:29 pm IST

  • રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝના મુકેશ અંબાણી ભારતના પ્રથમ અને વિશ્વના 13મા નંબરના શ્રીમંત વ્યક્તિ: બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સમાં અમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેજોઝે 125 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને : બિલ ગેટ્સ પાસેથી બીજા નંબરનું સ્થાન આંચકી લઈને હવે બર્નાર્ડ આર્નોલ્ટ બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા;બિલ ગેટ્સ ત્રીજા સ્થાને access_time 1:08 am IST