રાજકોટ
News of Thursday, 18th July 2019

મંડળીને લોન પેટે આપેલ ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા.૧૮ : બગસરા નાગરીક શરાફી સહકારી મંડળીની રાજકોટ શાખામાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર સભાસદને રાજકોટની અદાલતે એક વર્ષ સજા ફટકારી છે

બગસરા નાગરીક શરાફી સહકારી મંડળીની રાજકોટ શાખામાં મંડળીના સભાસદ ઉર્ષાતભાઇ દલસુખભાઇ ગોસાઇ લોનની રકમ ભરપાઇ ન કરતાં તેમજ મંડળીના કર્મચારીઓ વસુલાત માટે જાય ત્યારે નાણા ભરપાઇ કરવા માટે પ્રત્યુત્તર ન આપતા હોય અને તેમને વસુલાત માટે આપેલ ચેક બેંકમાં જમા કરાવવામાં આવતા ત્યાર તે ચેક રીર્ટન થયેલ હોય જેના કારણે મંડળીના જનરલ એમ.ડી. નિતેષભાઇ ડોડીયાની સુચનાથી રાજકોટ શાખાના મેનેજર શૈલેષભાઇ દેસાઇએ દશમા એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ ફરીયાદ નોંધાવી હતી.

જે અન્વયે મંડળીના એડવોકેટ અજયભાઇ યાજ્ઞીક દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવેલ અને જે સંદર્ભે કોર્ટે લોન નહી ભરનાર સભાસદને એક વર્ષની જેલની સજા અને ચેકની રકમ ભરવાનો હુકમ કર્યો હતો. તેમજ રકમ ભરપાઇ ન કરે તો વધુ એક માસ સજાનો હુકમ કર્યો હતો.

આ કામમાં બગસરા શરાફી સહકારી મંડળી વતી રાજકોટના એડવોકેટ અજયભાઇ યાજ્ઞીક તથા  યજુવેન્દ્રસિંહ જાડેજા રોકાયેલ હતા.

(3:41 pm IST)