Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

૨૫ પીએસઆઇની અરસ-પરસ બદલી

રાજકોટ તા. ૧૮: ગઇકાલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બી-ડિવીઝન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ અને એમ. બી. ઔસુરાની અરસ પરસ બદલીના આદેશો કર્યા બાદ સાંજે જુદા-જુદા પોલીસ મથકના ૨૫ પીએસઆઇની બદલીનો હુકમ કર્યો હતો.

કોની બદલી કયાંથી કયાં થઇ તેની માહિતી જાણીએ તો એ-ડિવીઝનના વી. એમ. ડોડીયાને યુનિવર્સિટી, એ. જી. અંબાસણાને તાલુકા પોલીસ સ્ટેશનમાં, બી-ડિવીઝનના એમ.એમ. ઝાલાની આજીડેમ, આર. એસ. સાંકળીયાની પ્ર.નગર, આજીડેમના સી.એસ. પટેલની સાયબર ક્રાઇમ, થોરાળાના પી. ડી. જાદવની માલવીયાનગરમાં, થોરાળાના જે. જી. ચોૈધરીની મહિલા પોલીસ મથક, ભકિતનગરના એ. વી. પીપરોતરની ગાંધીગ્રામ, કુવાડવાના આર. એલ. ખટાણાની માલવીયાનગર, માલવીયાનગરના જે. કે. ખાચરની બી-ડિવીઝન, જે. કે. પાંડાવદરાની કુવાડવા રોડ, ગાંધીગ્રામના વી. સી. પરમારની એ-ડિવીઝન, એમ. બી. જેબલીયાની થોરાળા, યુનિવર્સિટીના પી. એ. ગોહેલની બી-ડિવીઝન, પ્ર.નગરના બી. પી. વેગડાની મહિલા પોલીસ સ્ટેશનમાં, પ્ર.નગરના આર. એન. હાથલીયાની ભકિતનગર, તાલુકાના જી.એસ. ગઢવીની એ-ડિવીઝનમાં, એન. ડી. ડામોરની આજીડેમ, મહિલા પોલીસ મથકના એચ. જી. ગોહિલ, એન. બી. ડોડીયા અને પી. કે. ગાંગાણીની અનુક્રમે થોરાળા, સાયબર ક્રાઇમ અને ખાસ શાખામાં, ટ્રાફિક શાખાના એ.એલ. ઝાલાને પ્ર.નગર, જે. કે. ગઢવીને સાયબર ક્રાઇમ, વી. પી. આહિરને તાલુકા અને એમ. ડી. વાળાને પ્ર.નગરમાં મુકવામાં આવ્યા છે.   તમામ પીએસઆઇને તાત્કાલીક અસરથી બદલીના સ્થળે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

(12:50 pm IST)