Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

કુખ્યાત મોટી ટીકીટનો સાઢુ જીજ્ઞેશ ઉર્ફે જીગો ચોરાઉ કાર અને બે ટુ વ્હીલર સાથે પકડાયો

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમભાઇ ગમારા, સલીમભાઇ મકરાણી, પ્રતાપસિંહ રાણા, હિરેનભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી તથા મનીષભાઇ શિરોડીયા સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મહેન્દ્રસિંહ, કોન્સ. ભાવેશભાઇ તથા દેવાભાઇને મળેલી બાતમીના આધારે ૮૦ ફુટ રોડ માધવ હોલ  પાસેથી ચોરાઉ એકટીવા સાથે જીજ્ઞેશ  ઉર્ફે જીગો બટુકભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩) (રહે. સહકાર મેઇન રોડ વિરાટનગર સોસાયટી)ને પકડી લીધો હતો. બાદ પોલીસે એકટીવાના નંબર પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતા તેના માલીક મુકેશભાઇ હેમંતભાઇ નીમાવતનું હોવાનું જાણવા મળતા આ એકટીવા તેણે મેઘાણી રંગભવન પાસેથી ચોર્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી. બાદ પોલીસે જીજ્ઞેશ ઉર્ફે જીગાને સાથે રાખી તપાસ કરતા એક આઇટેન કાર અને એક નંબર વગરનું બુલેટ મળી આવ્યું હતું. પોલીસે પોકેટકોપ એપમાં સર્ચ કરતા આઇટેન કાર લવજીભાઇ મોલીયા અને બુલેટ ધવલભાઇ ગાજીપરાનું હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલો જીજ્ઞેશ ઉર્ફે જીગો કુખ્યાત ટીકીટ બંધુ દીનેશ ઉર્ફે મોટી ટીકીટ અરવિંદ ગોહેલનો સાઢુ થાય છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:41 pm IST)