Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

કોંગી કોર્પોરેટરોએ કીધુ પાણી ગંદુ છે : અધિકારીઓએ કહ્યું 'લ્યો આ પીધુ'

વોર્ડ નં. ૧૩ના પુનિતનગર પાણીના ટાંકામાંથી ફીણવાળુ પાણી વિતરણ થતું હોવાની જાગૃતિબેન ડાંગર અને સંજય અજુડિયાની : રજૂઆત : વોટર વર્કસ ઇજનેરોએ પાણીના ટાંકામાંથી પાણી લઇને પીધુ અને કહ્યું 'આ પાણી શુધ્ધ છે કલોરીનને કારણે ફીણ વળે છે'

કોંગી કોર્પોરેટરોનું હલ્લાબોલ : કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા આજરોજ વોર્ડ નં. ૧૩માં આવેલ પાણીના સંપ ઉપર જાતે ચેક કરતા જે વસ્તુ સામે આવતા ચોકી ઉઠેલ. પાણી એકદમ ફીણવાળું અને લીલું હતું અને છેલ્લા દોઢ વર્ષથી સફાઇ પણ કરવામાં નથી આવી તેથી શાસકો દ્વારા ખોટી વાતો કરવા સિવાય અને એસી ઓફિસમાં બેસીને કાગળ ઉપર કામગીરી બતાવતા હોય એવું લાગી રહ્યું છે તેવા આક્ષેપો કોંગી કોર્પોરેટરોએ કર્યા છે. તસ્વીરમાં પુનિતનગર અને ચંદ્રેશનગરના ટાંકા ચેક કરવામાં આવ્યા હતા અને વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર સંજય અજુડિયા, કનકભાઇ, કમલેશભાઇ, કોઠીવાર વગેરે દર્શાય છે.

રાજકોટ તા. ૧૮ : શહેરનાં વોર્ડ નં. ૧૩માં દુષિત ફીણવાળુ પાણી વિતરણ થતું હોવાની રજૂઆત કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે કરતા વોટર વર્કસ વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઇ લોકોની હાજરીમાં આ ફીણવાળુ પાણી પી અને કોંગ્રેસની રજૂઆતને ખોટી સાબિત કરી હતી.

આ અંગે મ્યુ. કમિશ્નર વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ મહાનગરપાલિકાનાઙ્ગપુનિતનગર પાણીના ટાંકા ખાતે ફીણ વાળું પાણી હોવાની જે રજુઆત થઈ છે તે વિશે વોટર વર્કસ શાખાના અધિકારીઓએ એમ સ્પષ્ટ કર્યું છે કે, પાણી સંપૂર્ણપણે પીવાલાયક અને શુદ્ઘ છે. તેમાં કોઈ પ્રોબ્લેમ નથી.ઙ્ગ અધિકારીઓએ મીડિયા અને ઉપસ્થિત લોકોની હાજરીમાં આ સંપનું પાણી પી ને પણ બતાવ્યું હતું અને કહ્યું હતું કે આ પાણી શુદ્ઘ અને પીવાલાયક છે. ફિલ્ટર પ્લાન્ટમાં બે વખત કલોરીનેશન થયા બાદ પુનિતનગર પહોંચતા પાણીનું હાલ ઉનાળામાં રોગચાળો ન પ્રસરે એ માટે ફરી બે વખત સંપ ખાતે કલોરીનેશન કરવામાં આવે છે, જેને સુપર કલોરીનેશન કહે છે.ઙ્ગઙ્ગ

બીજુ ખૂબ લાંબા અંતરેથી પાણી સંપમાં આવે છે. અને ટાંકામાં પાણી પછડાવાને કારણે તેમજ સુપર કલોરીનેશન ને કારણે થોડા ફીણ થતા જ હોય છે. આવું દરેક સંપ ખાતે બનતું જ હોય છે. પાણીના સેમ્પલ લેબમાં ચકાસવા પણ આંવ્યા છે. પાણી સમ્પૂર્ણ રીતે પીવાલાયક અને શુદ્ઘ છે. જાહેર જનતા કોઈ પ્રકારની ચિંતા ના કરે.

ઙ્ગપુનિતનગર સંપ ખાતે છેક આજી અને રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતેથી પાણી આવે છે. જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી મહાનગરપાલિકા હાલ ઉનાળામાં પાણીનું સુપર કલોરીનેશન કરે છે. તેથી જ ફીણ વળે છે. અન્ય કોઈ પ્રોબ્લેમ છે નહિ તેમ પણ વોટર વર્કસ શાખાએ સ્પષ્ટ કર્યું હતું.

કોંગ્રેસની રજૂઆત પાયા વિહોણી : મેયર બિનાબેન તથા કોર્પોરેટર નિતીનભાઇ

મેયર બિનાબેન આચાર્ય એક યાદીમાં જણાવ્યું છે કે, પુનીતનગર ઈ.એસ.આર./જી.એસ.આર.માં આજી તથા રૈયાધારથી ફિલ્ટર કરી પાણી પહોંચાડવામાં આવે છે. આ પાણી વોર્ડ નં.૦૮, વોર્ડ નં.૧૦,૧૧,૧૨ અને વોર્ડ નં.૧૩ પાર્ટમાં આપવામાં આવે છે. પુનીતનગર ઈ.એસ.આર./જી.એસ.આર.માં આવતું પાણી પીવા લાયક નથી, તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. ખરેખર જે પાણી વિતરણ કરવામાં આવે છે, તે પીવા લાયક છે અને પાણીની ચકાસણી કરીને પાણી આપવામાં આવે છે.

પુનીતનગર હેઠળ આવતા વિસ્તારોમાંથી પીવા લાયક પાણી નથી એવી કોઈ ફરિયાદ તંત્ર પાસે આવેલ નથી. કયારેક કોઈ વિસ્તારમાં ડ્રેનેજનું પાણી ભળવાની ફરિયાદ આવતી હોઈ છે, ત્યારે તંત્ર દ્વારા તે શોધી ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે. વિશેષમાં ફિલ્ટર થયેલું પાણીમાં પણ કલોરીનેશન કરવામાં આવે છે અને આ પાણી ઈ.એસ.આર./જી.એસ.આર.માં ભરવા માટે પાઈપ મારફત પાણી આવતું હોઈ છે જેના કારણે પાણીમાં ફીણ વળતા હોય છે.

ઉપરાંત  ઈ.એસ.આર./જી.એસ.આર.માં પાણીના સ્ટોરેજ થયા બાદ ફરીને નિયમ મુજબ કલોરીનેશન કરવામાં આવે છે. જેથી વિતરણ થયેલું પાણી પીવા લાયક જ છે. આજે અધિકારીઓએ પણ ચકાસણી કરી પાણીમાં કોઈ વાસ, ગંદુ કે, કોઈ પણ પ્રકારનું ખરાબ પાણી નથી. જેથી કોંગ્રસના કોર્પોરેટરએ પુરતી વિગત જાણી અને રજૂઆતો કરવી જોઈએ તેમ અંતમાં મેયરશ્રીએ જણાવેલ.

(3:38 pm IST)