Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

રાજકોટવાસીઓ આનંદો :ડિસેમ્બર સુધીમાં નવનિર્મિત બસ સ્ટેન્ડ તૈયાર થઈ જશે : મળશે અત્યાધુનિક સુવિધાનો લાભ

પ્લાસ્ટર અને ઇન્ટિરિયર અને લાઈટિંગ જેવું નાનું નાનું કામ જ બાકી

રાજકોટઃ રાજકોટવાસીઓને ચાલુ વર્ષના અંત સુધીમાં વધુ એક આધુનિક સુવિધાનો લાભ મળશે શહેરના ઢેબર રોડ પર વર્ષો જૂનું બસ સ્ટેન્ડ તોડીને ત્યાં નવું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ છે. જે કામ બસ હવે પૂર્ણતાના આરે છે. બસ સ્ટેન્ડમાં અંદાજિત 70થી 75 ટકા જેટલી કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ બસ સ્ટેન્ડનું પ્લાસ્ટર અને ઇન્ટિરિયર અને લાઈટિંગ જેવું નાનું નાનું કામ જ બાકી છે. નવું નિર્માણ પામેલ બસસ્ટેન્ડનો લાભ મુસાફરોને આગામી ડિસેમ્બર સુધીમાં મળી શકશે.

 રાજકોટમાં આગામી ડિસેમ્બર સુધીમાં એક આધુનિક કક્ષાનું નવું બસ સ્ટેશન બનશે. હાલ જે ઢેબર રોડ પર આવેલ જૂનું બસ સ્ટેન્ડ હતું, ત્યાં છેલ્લા કેટલાક સમયથી તે બસસ્ટેન્ડ તોડી પાડીને તેની જગ્યાએ નવું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ છે. આ કામ બસ હવે પુર્ણતાના આરે છે.

આ અંગે રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ  જણાવ્યું હતું કે, રાજકોટમાં નિર્માણ પામનાર નવું બસ સ્ટેશનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ તેનું 70થી 75 ટકા જેટલું એટલે કે મોટાભાગનું કામ પુર્ણ થઈ ગયું છે. હવે બસ માત્ર નવા પાંચ માળના બિલ્ડિંગને પ્લાસ્ટર અને ઇન્ટિરિયરનું તેમજ લાઇટિંગ જેવા નાના નાના કામ બાકી છે. આ સમગ્ર બસ સ્ટેશનનું કામ અંદાજિત ડિસેમ્બર પહેલા પૂર્ણ થઈ શકે છે અને લોકોને પણ આ સમય દરમિયાન તેનો લાભ મળી શકે છે.

(7:52 pm IST)