Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

શહેરના તમામ જળાશયો ચોખ્ખા કરવા 'સ્મેશ ગ્રુપ' દ્વારા પ્રેરક સ્વચ્છતા અભિયાન

ન્યારી ડેમ બાદ હવે આવતા રવિવારે રાંદરડા તળાવની સફાઇઃ પ્રકૃતિ પ્રેમી નગરજનોએ સ્વૈચ્છિક રીતે સાથે જોડાવા અપીલ

રાજકોટ તા. ૧૮: સ્મેશ ગૃપ દ્વારા ન્યારી ડેમ-૧ ની સ્વચ્છતા અભિયાનની સફળતા બાદ રાંદરડા તળાવની સફાઇ પણ હાથ ધરવામાં આવી છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે હજુ બાકી રહેલ ભાગની સફાઇ તા. ર૧ ના સવારે સાડા છ વાગ્યે રાંદરડા તળાવ મુકામે ફરી એક વાર સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રકૃતિ પ્રેમી તથા અન્ય રાજકોટવાસીઓ આ કામમાં સહભાગી બની શકશે.

આ રીતે રાજકોટની આસપાસના તમામ જળાશયો કચરામુકત કરવાની તૈયારી સ્મેશ ટીમની છે. સફાઇ અભિયાન એ માત્ર સફાઇ પુરતું મર્યાદીત ન રાખતા જયાં ને ત્યાં કચરો ના ફેંકી દે એવી જાગૃતિ લાવવાનું કાર્ય થશે.

ચોમાસા પહેલા તમામ જળાશયોની સફાઇ થઇ શકે તેવું આયોજન વિચારાયું છે. આ કામમાં મહાનગરપાલિકા રાજકોટનો પણ સહકાર મળેલ છે.

તળાવ સફાઇ અભિયાન અધ્યાય બીજો આવતા રવિવારે કોર્પોરેશનના ટીમના સહયોગ સાથે આરંભાશે. સ્મેશ ટીમ દ્વારા સર્વે લોકોને એવી અપીલ કરાઇ છે કે જળાશયોની આસપાસ ફરવા જતા લોકો ત્યાં કચરો ના ફેંકે અથવા તો જો ત્યાં ડસ્ટબિન અને વ્યવસ્થા ના હોય તો કચરો સાથે રાખી જયાં ડસ્ટબિન હોય ત્યાં નિકાલ કરે. સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરીએ.

રેડીયો પાર્ટનર ૯ર.૭ બિગ એફએમનો પણ સ્વચ્છતા અભિયાનમાં સાથ સહકાર મળ્યો છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સ્મેશ ગ્રુપના હરસુખ રાજપરા (મો. ૯૩૭૪૮ ર૦ર૪પ) જીજ્ઞેશ વોરા, નંદન વઘાસિયા, વિમલ સુવાગીયા, રસિક કોટડીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:40 pm IST)