Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

રાજકોટ લોકસભા બેઠકઃ તમામ ૧૧ હજારના સ્ટાફનું ૨૨મીએ વહેલી સવારે છેલ્લુ રેન્ડેમાઈઝેશનઃ ૭ વાગ્યે સ્ટાફને બોલાવાયો

રાજકોટમાં વિરાણી, ચૌધરી, પીડીએમ, શેઠ હાઈસ્કૂલ એમ ૪ રીસીવીંગ-ડીસ્પેચીંગ સેન્ટરો :જે તે રીસીવીંગ-ડીસ્પેચીંગ સેન્ટર ઉપર મોડામાં મોડા ૭ વાગ્યે પહોંચી જવા આદેશો

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની અંતિમ તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. હાલ તાલીમ - મતદાન થઈ રહ્યું છે, જે ૧૧ હજારનો સ્ટાફ ચૂંટણીમાં રોકાયો છે તે તમામનું તબક્કાવાર આખરી તાલીમ સાથે મતદાન થઈ રહ્યાનું જીલ્લા ચૂંટણી સૂત્રોએ ઉમેર્યુ હતું.

દરમિયાન ઉપરોકત તમામ ૧૧ હજારના સ્ટાફનું આખરી-છેલ્લુ રેન્ડેમાઈઝેશન આગામી તા. ૨૨મીના સોમવારે વહેલી સવારે ૬ વાગ્યે કલેકટર કચેરી ખાતે કલેકટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં યોજાશે.

સાધનોએ ઉમેર્યુ હતું કે, આ રેન્ડેમાઈઝેશન કયા બુથમાં કોણ જશે તે હશે, ટૂંકમાં બુથમાં ધરખમ ઉથલપાથલ થશે.

આ પછી સવારે ૭ વાગ્યે વિધાનસભાવાઈઝ રોકાયેલ સ્ટાફને જે તે રીસીવીંગ-ડીસ્પેચીંગ સેન્ટર ઉપર રીપોર્ટ કરવા પણ આદેશો કરાયા છે. મોડામાં મોડા ૭ વાગ્યે હાજર થઈ જવા સૂચના અપાઈ છે.

રાજકોટમાં ૬૮, ૬૯, ૭૦, ૭૧ના રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટર ચૌધરી હાઈસ્કૂલ, વિરાણી હાઈસ્કૂલ, પીડીએમ કોલેજ, શેઠ હાઈસ્કૂલ રખાયા છે. આ માટે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા થઈ રહ્યાનું સાધનોએ ઉમેર્યુ હતું.

(3:37 pm IST)