Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સનસીટી બીલ્ડીંગમાં કડીયા કામ કરતી વખતે જુલો તુટી જતા ૧૧ માં માળેથી પટકાતા યુવાનનું મોત

રાજસ્થાની યુવાન સુમેરસિંઘ રાજપૂતે સિવિલ હોસ્પીટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮ : રામાપીર ચોકડી પાસે સનસીટી હેવન બીલ્ડીંગના અગીયારમાં માળે કડીયા કામ કરતી વખતે જુલો તુટતા રાજસ્થાની યુવાનનું પટકાતા મોત નિપજયું હતું.મળતી વિગત મુજબ રામાપીર ચોકડી પાસે સનસીટી હેવન આર. એમ. સી. કવાર્ટરમાંં રહેતો સુમરસિંઘ આજીસિંઘ રાજપૂત (ઉ.રપ) ગઇકાલે સનસીટી ઇ-ટાવરમાં અગીયારમા માળેકડીયા કામ કરતો હતો ત્યારે જુલો અચાનક તુટતા અગીયારમાં માળેથી  પટકાતા તેન ગંભીર ઇજા થતા તેને ેતાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાંતેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ જયંતીભાઇ સોંદરવા તથા રાઇટર પ્રદિપભાઇ કોટડે તપાસ આદરી છે

(3:36 pm IST)