Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

રાજકોટ સંસદિય મત વિસ્તારમાં હવે કુલ ૧૮ લાખ ૮૪ હજાર મતદારોઃ ૧૦૦થી વધુ વયના ૩૪૪ મતદારો

કુલ ૩૫ હજાર વૃદ્ધ મતદારોઃ ૮૦ થી ૯૦ વય ધરાવતા ૩૧ હજાર મતદાન કરશે

રાજકોટ તા.૧૮: રાજકોટ લોકસભા બેઠકમાં જિલ્લામાં કુલ ૨૧ લાખ ૩૨ હજાર મતદારો છે, પરંતુ સંસદિય મત વિસ્તારમાં ફાઇનલ પુરવણી યાદી બહાર પડયા પછી કુલ ૧૮ લાખ ૮૩ હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આમાં દિવ્યાંગો ૭ હજાર છે, પરંતુ ૩૫ હજાર જેટલા વૃદ્ધ મતદારો હોવાનું પણ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાધલે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, ૮૦ થી ૯૦ વર્ષની વયના ૩૧ હજાર, ૯૦ થી ૯૯ વયના ૪૫૦૦ તથા ૧૦૦થી ઉપર કુલ ૩૪૪ મતદારો છે, જો કે આ લોકોને મતદાન મથક ઉપર લઇ જવા અંગે તંત્ર દ્વારા વાહનની કોઇ વ્યવસ્થા કરાઇ નથી, આ વૃદ્ધ મતદારોને તેમના ફેમિલી મેમ્બર લઇ જઇ શકે છે.

(3:36 pm IST)