Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

રાજકોટ સંઘ દ્વારા લોધિકામાં મહિલા સેમીનાર

રાજકોટઃ મહિલા સશકિતકરણ અંતર્ગત રાજકોટ જીલ્લા સહકારી સંઘ તથા નવજીવન લોક કલ્યાણ ટ્રસ્ટ, લોધીકાના ઉપક્રમે લોધીકા મુકામે જીલ્લા કક્ષાનો મહિલા સેમીનાર યોજવામાં આવેલ. પ્રમુખસ્થાન નવજીવન ટ્રસ્ટ, લોધીકાના હેડ ફાધર રાયજુએ સંભાળેલ છે. આ સેમીનારમાં ફાધર જયસ, સીસ્ટર દિપા, શ્રી સરદાર પટેલ સ્કુલ, નવી મેંગણીના પ્રિન્સીપાલશ્રી ભરતભાઇ પરસાણા, શિક્ષકગણ તેમજ જીલ્લા સંઘના એકઝી. ઓફિસરશ્રી પરેશભાઇ ફેફર વગેરે ઉપસ્થિત રહેલ. શરૂઆત ગામની બાળાઓએ પ્રાર્થના ગીત દ્વારા કરેલ હતી. પ્રિન્સીપાલશ્રી ભરતભાઇ પરસાણાએ જણાવેલ હતું કે નવજીવન ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય કક્ષાની બ્હેનોને રોજીરોટી મળી રહે તે માટે કાચો માલ પુરો પાડવામાં આવે છે અને ત્યારબાદ બ્હેનો મહેનત કરી ઉપયોગી વસ્તુ બનાવી તેનું વેચાણ કરે છે અને તેના દ્વારા રોજી રોટી મેળવે છે. સંસ્થાની આ પ્રવૃતિ દ્વારા લોધીકાની પછાત બ્હેનો આજે પગભર થયેલ છે. આ સેમીનારમાં ગામની બ્હેનો દ્વારા સીંગલ ડાન્સ, ગૃપ સોંૅગ તથા વ્યસન મુકિત રાસ રજુ કરવામાં આવેલ. સેમીનારને સફળ બનાવવા જીલ્લા સંઘના એકઝી. ઓફિસર પરેશભાઇ ફેફર, નવજીવન ટ્રસ્ટ, લોધીકાના સીસ્ટર દિપાએ જહેમત ઉઠાવેલ હતી. આ સેમીનારનું સંચાલન મહિલા સી.ઇ.આઇ. શ્રી એમ. એમ. ભાગીયા તથા શ્રી બાબુભાઇએ કરેલ. આ જીલ્લા કક્ષાના સેમીનારમાં ર૦૦ બ્હેનો હાજર રહેલ હતા.

(4:41 pm IST)