Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ગોકુલપરામાં અશોક ઉર્ફે કીલુના કાનમાંથી દારૂની પ૪ બોટલ જપ્ત

રાજકોટ તા. ૧૮ : શહેરના નવા થોરાળા ગોકુલપરામાં આવેલા મકાનમાં થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની પ૪ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એ. એલ.બારસીયા તથા પીયુષભાઇ ચીરોડીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નવા થોરાળા ગોકુળપરા શેરી નં.૩ માં રહેતા અશોક ઉર્ફે કીલુ મોહનભાઇ ચાવડાના મકાનમાં દરોડો પાડી રૂ.ર૧,૬૦૦ની કિંમતની દારૂની પ૪ બોટલ કબ્જે કરી અશોક ઉર્ફે કીલુ ચાવડાની શોધખોળ હાથ ધરી છે.

કાળીપાટમાં જુગાર રમતા ત્રણ પકડાયા

આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ કનકસિંહ સોલંકી તથા દિગ્વિજયસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે કાળીપાટ ગામમાં માં ગૌરી ગૌશાળાના ખુલ્લા પટ્ટમાં દરોડો પાડી જુગાર રમતા કાળીપાટ ગામના સાગર બાબુભાઇ સરવૈયા (ઉ.ર૩) ગાંગજી ભીખાભાઇ ચાંડપા (ઉ.પ૦) અને પ્રવિણ રવજીભાઇ લુકાશીયા (ઉ.૩૩) ને પકડી લઇ રૂ. ૧૦,૦૦૦ ની રોકડ તથા ૩ મોબાઇલ મળી રૂ.૧૧,પ૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

(3:56 pm IST)