Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજકોટ : તખુભા તલાટીયાનું દુઃખદ અવસાન : 10 વાગ્યે તેમના નિવાસેથી સ્મશાન યાત્રા

રાજકોટ : શહેરના જાણીતા અગ્રણી સૂર્યકાંત હોટલવાળા શ્રી તખુભા તલાટીયાનું દુઃખદ અવસાન થયું છે, તેમને હ્ર્દય રોગનો ગંભીર હુમલો આવી ગયેલ, અત્યારે રાત્રે 10 વાગ્યે તેમના નિવાસ સ્થાન રાણી ટાવર , પંચવટી સોસાયટીની સામેથી સ્મશાન યાત્રા નીકળી હતી,જેમાં પરિવારના નજીકના સદસ્યો,અગ્રણીઓ જોડાયા હતા,

 તખુભા રામસિંહજી તલાટીયાના અચાનક નિધનથી બહોળા મિત્રસમુદાયમાં ભારે શોકની લાગણી છવાઈ છે. ૬૫ વર્ષીય તખુભા તલાટીયાએ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા તેઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સાથે અભ્યાસ કર્યો હતો મુખ્યમંત્રી રૂપાણી સાથે પારિવારિક નાતો પણ ધરાવતા હતા .

તખુભા તલાટીયા પાંચ ભાઈઓમાં સૌથી મોટા હતા, તેઓ ભુપતભાઈ, કિશોરભાઈ, પ્રતાપભાઈ અને વિજયભાઈના મોટા ભાઈ તથા જીગ્નેશભાઈ અને મોહિતભાઈના પિતાશ્રી હતા . શ્રી તખુભા બહોળો મિત્ર મંડળ ધરાવતા હતા. તેમના નિધનથી તલાટિયા પરિવાર ઉપરાંત સમાજમાં ઘેરો શોક છવાયો છે.

 

(10:03 pm IST)
  • એમપીમાં લવ જેહાદ વિરુદ્ધ આકરી સજાની જોગવાઇવાળો કાયદો આવી રહ્યો છે : મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકાર આવી રહેલા વિધાનસભા સત્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવી રહ્યાનું મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું છે access_time 5:18 pm IST

  • રશિયાથી કોરોના વેકસીનની પ્રથમ ખેપ આવી પહોંચી : કોરોના સામેની રશિયાની સ્પુટનિક-વી કોવિડ-૧૯ વેકસીનનો પ્રથમ જથ્થો આજે મુંબઇ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ ઉપર આવી પહોંચેલ હતો. access_time 5:52 pm IST

  • નાસા અને એલન મસ્કની સ્પેસએક્સ કંપની દ્વારા સફળતાપૂર્વક ૪ અવકાશયાત્રીઓને અવકાશમાં ભ્રમણ કરી રહેલ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સાથે જોડાવા ખાસ રોકેટ દ્વારા કેપ કેનાવરલના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી છોડવામાં આવેલ છે access_time 10:03 am IST