Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બે સમિતિઓની નવેસરથી રચના માટે

સામાન્ય સભા બોલાવવા પ્રમુખનો પત્રઃ ડીડીઓના નિર્ણય પર આધાર

રાજકોટ, તા., ૧૬: જિલ્લાપંચાયતમાં  અવિશ્વાસ દરખાસત માટેની સામાન્ય સભા પર હાઇકોર્ટનો સ્ટે છે તેવા ટાણે બીજી નવી સામાન્ય સભા બોલાવવા માટે પ્રમુખે ડીડીઓને પત્ર લખી પરિસ્થિતિ બાબતે માર્ગદર્શક અભિપ્રાય માંગ્યાનું જાણવા મળે છે. સિંચાઇ સહિતની બે સમીતીઓની મુદત પુરી થઇ ગઇ છે. સામાન્ય સભા મારફત નવેસરથી સમીતીઓની રચના કરવા માટે કાયદાની મર્યાદામાં રહીને પ્રમુખ સામાન્ય સભા બોલાવવા માંગે છે. હાઇકોર્ટમાં જે વિવાદ છે તેની સુનાવણીની મુદત ર૦ નવેમ્બરની છે.

હાલના સંજોગોમાં અવિશ્વાસ દરખાસ્ત સિવાયની સામાન્ય સભા બોલાવી શકાય કે કેમ? તે બાબતે એકથી વધુ મત પ્રવર્તે છે. સામાન્ય સભામાં સમીતીઓની રચનામાં  કેટલા સભ્યો કોની સાથે છે તે ચિત્ર ચોખ્ખુ થઇ શકે તેમ છે. અવિશ્વાસ દરખાસ્ત અનિર્ણત હોવાથી સામાન્ય સભા બોલાવી શકાય કે કેમ તે બાબતે ડીડીઓના અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી થશે. ડીડીઓ આ અંગે વિકાસ કમિશનરનું માર્ગદર્શન માંગે તેવી શકયતા છે.

(4:22 pm IST)
  • ઉત્તર કોરિયાએ 2017માં કરેલ અણુબૉમ્બનો ટેસ્ટ હિરોશિમા કરતા 17 ગણો પાવરફુલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે access_time 10:42 pm IST

  • ઝારખંડ વિધાનસભા ચૂંટણી : સીએમ રઘુબીરદાસ સામે કોંગ્રેસે તેજતર્રાર પ્રવક્તા ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા : ટીવી ડીબેટમાં છવાયેલ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર ગૌરવ વલ્લભ એક ખાનગી ચેનલમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સબિત પાત્રા જયારે 10 ટ્રિલિયન 10 ટ્રિલિયન કહેતા હતા ત્યારે ગૌરવ વલ્લભે એક ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે છે તેવો બેધડક સવાલ કરતા સબિત પાત્રા જવાબ નહોતા આપી શક્યા અને હાંસીપાત્ર બન્યા હતા જેનો વિડિઓ ખુબ વાયરલ થયો હતો access_time 10:55 am IST

  • નિર્ભયાકાંડના દોષીઓને જલ્દી ફાંસી આપો :કોર્ટમાં અરજી કરાઈ : 31મી ઓક્ટોબરે જેલ પ્રસાશને ચારેય દોષિતોને નોટિસ ફટકારી હતી : સુપ્રીમકોર્ટે કેહરે દોષિતોને ફાંસીની સજા યથાવત રાખી છે : દેશની રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012માં થઇ હતી કલંકિત ઘટના: દોષિતોને જલ્દી ફાંસી આપવાની અરજી પર આગામી 25મીએ પટિયાલા હાઉસ કોર્ટ સુનાવણી કરશે access_time 10:54 am IST