રાજકોટ
News of Saturday, 16th November 2019

બે સમિતિઓની નવેસરથી રચના માટે

સામાન્ય સભા બોલાવવા પ્રમુખનો પત્રઃ ડીડીઓના નિર્ણય પર આધાર

રાજકોટ, તા., ૧૬: જિલ્લાપંચાયતમાં  અવિશ્વાસ દરખાસત માટેની સામાન્ય સભા પર હાઇકોર્ટનો સ્ટે છે તેવા ટાણે બીજી નવી સામાન્ય સભા બોલાવવા માટે પ્રમુખે ડીડીઓને પત્ર લખી પરિસ્થિતિ બાબતે માર્ગદર્શક અભિપ્રાય માંગ્યાનું જાણવા મળે છે. સિંચાઇ સહિતની બે સમીતીઓની મુદત પુરી થઇ ગઇ છે. સામાન્ય સભા મારફત નવેસરથી સમીતીઓની રચના કરવા માટે કાયદાની મર્યાદામાં રહીને પ્રમુખ સામાન્ય સભા બોલાવવા માંગે છે. હાઇકોર્ટમાં જે વિવાદ છે તેની સુનાવણીની મુદત ર૦ નવેમ્બરની છે.

હાલના સંજોગોમાં અવિશ્વાસ દરખાસ્ત સિવાયની સામાન્ય સભા બોલાવી શકાય કે કેમ? તે બાબતે એકથી વધુ મત પ્રવર્તે છે. સામાન્ય સભામાં સમીતીઓની રચનામાં  કેટલા સભ્યો કોની સાથે છે તે ચિત્ર ચોખ્ખુ થઇ શકે તેમ છે. અવિશ્વાસ દરખાસ્ત અનિર્ણત હોવાથી સામાન્ય સભા બોલાવી શકાય કે કેમ તે બાબતે ડીડીઓના અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી થશે. ડીડીઓ આ અંગે વિકાસ કમિશનરનું માર્ગદર્શન માંગે તેવી શકયતા છે.

(4:22 pm IST)