Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પ્રિન્સ ઓફ કૈલાશના સાનિધ્યમાં સાંજે નરેન્દ્રભાઇના દીર્ઘાયુષ્ય માટે આરતી પ્રાર્થના

રાજકોટઃ શહેરના ભકિતનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરીષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રિન્સ ઓફ કૈલાશ ગણપતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આ વર્ષે પણ ગણપતી મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. દરરોજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવે છે. જેમાં વિવિધ સમાજના તેમજ રાજકીય ક્ષેત્રના અગ્રણીઓના હસ્તે પુજન-અર્ચન કરી આરતી ઉતારવામાં આવે છે, શહેરના મેયર ડો. પ્રદિપભાઇ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઇ હુંબલ, કોર્પોરેટર હીરેન ખીમાણીયા, નરેન્દ્ર ડવ, ભાજપ અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા, પી.આઇ. રામસાહેબ, મયુર ડાંગર, નીલેશ ડાંગર, શૈલેષ ડાંગર, દીલીપ બોળીયા, જયદીપ જલુ, અવધેશ કાનગડ, પ્રવીણભાઇ સેગલીયા તેમજ મહીલા મોરચાના અગ્રણી કીરણબેન માકડીયા, લીનાબેન રાવલ, ડો. દર્શનાબેન પંડયા, રમાબેન હેરભા, દીપાબેન કાચા, કોર્પોરેટર અનીતાબેન ગોસ્વામી, મેરામણભાઇ ભાટુ, લાલાભાઇ હુંબલ, જેસુરભાઇ ગુજરીયા, કરશનભાઇ મહેતા સહીતના મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ધર્મરક્ષક પરીક્ષદના ગૌતમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વીજય ગોસ્વામી, નયન પટેલ, હરેશ જોષી, નરેશ પટેલ, નીરવ ચૌહાણ, લલીત પાલા, એવન ડોબરીયા, આકાશ રામાણી, રવી પટેલ, સાગર પટેલ, વત્સલ પટેલ, નીકેશ કાકડીયા, શકિતસિંહ ઝાલા, અંકીત પટેલ, નકુલ પટેલ, જયદીપ પુજારા, પ્રશાંત પાટડીયા, મીતેશ આટકોટીયા, સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસના અવસરે તેમના દિર્ઘાયુષ્ય માટે સાંજે ૭ કલાકે ભકિતનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરીષદ આયોજીત ગણપતિ મહોત્સવમાં મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. આ અવસરે શહેરીજનોને જોડાવવા ગૌતમ ગોસ્વામીએ જાહેર અનુરોધ કરેલ છે.

(3:55 pm IST)