Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વકિલોને હેલ્મેટમાંથી મુકિત આપોઃ બાર એસો.ની માંગ

કોર્ટનાં વર્કિંગ અવર્સમાં પોલીસ દ્વારા ચેકીંગનાં નામે થતી કનડગત દુર કરોઃ પોલીસ કમિશ્નરને આવેદન પાઠવતાં હોદેદારોઃ વકિલો પ્રતિષ્ઠિત નાગરિક છે. તેઓને જાહેરમાં ચેક કરવું અપમાન સમાન છેઃ સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરાવવા માંગ

રાજકોટ તા. ૧૭: ટ્રાફિક નિયમો હેઠળ વકિલોને કોર્ટ અવર્સ દરમિયાન ચેકીંગનાં નામે પોલીસ દ્વારા કનડગત થોતી હોવાનાં આક્ષેપો સાથે આવી કનડગત દુર કરવા અને હેલ્મેટમાંથી મુકિત આપવા બાર એસોસિએશનનાં હોદેદારોએ પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, નામદાર સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ અનુસાર વકીલશ્રીઓ પ્રતિષ્ઠિત નાગરિકો છે તેઓને ટ્રાફીકના રૂલ્સ હેઠળ જાહેર રસ્તાઓ ઉપર રોકી તપાસ કરવાથી જાહેર પ્રજા વચ્ચે અપમાન થાય છે. તદઉપરાંત કોર્ટ અવર્સમાં વકીલશ્રીઓને રોકતા તેમનો સમય વ્યર્થ થાય છે જેથી કોર્ટની કામગીરીમાં ખલેલ પહોંચે છે જેથી પક્ષકારોના કેસ ઉપર અસર પડે છે અને વકીલોને નુકશાન થાય છે જેથી જયારે વકીલશ્રીઓ કોર્ટમાં જતા હોય ત્યારે રસ્તામાં રોકવા નહીં કે પૂછપરછ યા તપાસ કરવી નહીં તેવા નામદાર સુપ્રિમ કોર્ટના આદેશાત્મક હુકમનું પાલન કરવા રાજકોટ શહેર પોલીસને દરેક પોલીસ સ્ટેશનોમાં જાણ કરવા વિનંતી છે.

આવેદનમાં જણાવાયું છે કે, રાજકોટ શહેરમાં કોર્ટની આજુબાજુ બીજી વિવિધ કોર્ટો તથા સરકારી ઓફીસો આવેલી છે જેવી કે ડીસ્ટ્રીકટ કોર્ટ, ફેમીલી કોર્ટ, ચેરીટી કમિશનરશ્રીની કચેરી, બહુમાળી ભવન, કલેકટરશ્રીની કચેરી, સબ રજીસ્ટ્રારશ્રીની કચેરી, રાજકોટ મહાનગર પાલિકા જેવી વિવિધ કચેરીઓ આવેલી છે. જેમાં જેમાં વકીલશ્રીઓને અવાર નવાર જવાનું થતું હોય છે ત્યારે વકીલશ્રીઓને સમયસર પહોંચી શકે નહીં તો વિધિ સરકારી કચેરીઓનું કામ ખોરંભાય અથવા વિલંબમાં પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ હોય તેમજ આ તમામ કચેરીઓમાં વકીલશ્રીઓને કેસનો ફાઇલો તથા હેલ્મેટ સાથે રાખી શકાયવામાં ખૂબજ મુશ્કેલીઓ પડે તેમ હોય તથા કોર્ટ સંકુલમાં તથા ઉપરોકત સરકારી કચેરીઓમાં હેલ્મેટ રાખવાની કોઇ વ્યવસ્થા ન હોય આ તમામ જગ્યાએ તથા કોર્ટની અંદર વકીલશ્રીઓને હેલ્મેટ સાથે રાખવાની ફરજ પડતી હોય તથા હેલ્મેટ ચોરાય જવાની પણ શકયતાઓ  રહેતી હોય વકીલશ્રીઓને કોર્ટ કામકાજના હેલ્મેટના લીધે ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલી છે તેથી આપશ્રીને વિનંતી કે હેલ્મેટના કાયદોમાંથી રાજકોટ શહેરના વિસ્તારના વકીલશ્રીઓને મુકિત આપવા વિનંતી છે.

આ રજુઆતમાં બકુલભાઇ વી. રાજાણી (પ્રમુખ), ડો. જીજ્ઞેશ એમ. જોષી (સેક્રેટરી) સહિતનાં હોદેદારો જોડાયા હતા.

(3:57 pm IST)