Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

RKCના ત્રણ પૂર્વ છાત્રોનું શનિવારે બહુમાન

ઓલ્ડ આરકેશીયન એસો. (રાજકોટ ચેપ્ટર) દ્વારા ધ રીજન્સ લગૂન રિસોર્ટ ખાતે કાર્યક્રમ : કેબીનેટ મંત્રી જવાહર ચાવડા - વડોદરાથી લંડન સુધી બાઈક સવારી કરનાર કુમાર શાહ અને ઓલ ઈન્ડિયા સી ફૂડ એક્ષ્પોટ્ર્સ એસો.ના પ્રમુખ જગદીશ ફોફન્ડીનોને ફૂલડે વધાવાશે : કોલેજ કાળના યાદગાર સંસ્મરણો વાગોળશે : રાજકુમાર કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ શહેરમાં ૧૮૭૦ની સાલથી અડીખમ ઉભેલી તથા શહેરની શાન સમાન શિક્ષણ ક્ષેત્રે આગવુ નામ ધરાવતી સુવિખ્યાત રાજકુમાર કોલેજના 'ઓલ્ડ આર્કેશિઅન એસોસીએશન (રાજકોટ ચેપ્ટર)'ના ઉપક્રમે તા.૨૧ સપ્ટેમ્બરના શનિવારના રોજ ૩ પૂર્વ સ્ટુડન્ટ્સનું બહુમાન કરવાનો કાર્યક્રમ યોજાનાર છે.

ધ રીજન્સી લગૂન રીસોર્ટ ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ, રાજકોટ મુકામે યોજાનારા આ કાર્યક્રમમાં સન્માનિત થનારા ૩ પૂર્વ વિદ્યાર્થીઓ ગુજરાતના વડોદરાથી યુ.કે.ના લંડન સુધીની એકલા પંથે બાઈક સવારી કરનાર શ્રી કુમાર શાહ, ગુજરાત સરકારમાં ટુરીઝમ તથા ફીશરીઝ ડિપાર્ટમેન્ટના કેબીનેટ મંત્રી તરીકે નિમણુંક મેળવનાર શ્રી જવાહર ચાવડા તથા ઓલ ઈન્ડિયા સી ફુડ એકસપોર્ટ્સ એસોસીએશનના પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાઈ આવનાર શ્રી જગદીશ ફોફન્ડીનો સમાવેશ થાય છે.

કાર્યક્રમનો સમય સાંજે ૬ વાગ્યાથી શરૂ થશે. જે અંતર્ગત ૬ થી ૬:૪૫ કલાક દરમિયાન રજીસ્ટ્રેશન બાદ ૭ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન સન્માન સમારંભ તથા રાત્રે ૮ વાગ્યાથી ડીનર પ્રોગ્રામ ચાલુ થશે.

આ શાનદાર કાર્યક્રમમાં સામેલ થઈ જૂના તેમજ યાદગાર દિવસોના સંસ્મરણો વાગોળવા અને ખુશાલીની આપ-લે કરવાનો આનંદ માણી સ્કુલ ફ્રેન્ડ્સ સાથે સુનહરી સાંજ માણવા તમામ આરેકસીઅન્સને ઓલ્ડ આરકેસીઅન એસોસીએશન વતી પ્રેસીડેન્ટ શ્રી યોગેન્દ્રસિંહ જાડેજાએ આમંત્રણ પાઠવ્યુ છે.

આ અંગે વધુ માહિતી માટે શ્રી વિજય ચૌહાણ - મો.૯૮૨૫૦ ૭૭૪૧૬, હિતેશ વાધર - મો.૯૪૨૮૭ ૮૯૬૮૭, પુનિત કોટક - મો.૯૮૨૪૨ ૧૨૧૦૭, ધર્મેન્દ્ર પાલસિંહ - મો.૯૮૨૫૧ ૨૦૩૦૭, અજીત નથવાણી - મો.૯૭૧૪૦ ૦૭૦૭૪, રાહુલ ડાંગર - મો.૭૪૦૫૧ ૧૦૯૭૧ અથવા અતુલ સોર્ચાનો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:50 pm IST)
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું જળસ્ત્રોત્ર પર અતિક્રમણને અપરાધ ગણાશે : કમલનાથે મંત્રાલયમાં પાણીના અધિકાર કેટ માટે બનેલી જળ તજજ્ઞોની સમિતિના સભ્યો સાથે બેઠક યોજી : બેઠકમાં કમલનાથે કહ્યું કે રાજ્યમાં નદીઓ,તળાવો,અને અન્ય જળસ્રોત પર તમામ અતિક્રમણને સખ્તાઈથી હટાવાશે access_time 1:10 am IST

  • મુંબઈ : નાસિક-પૂણે-ઓરંગાબાદ સહિતના પશ્ચિમ મહારાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ભારેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે માથેરાન-લોનાવાલા-માલસેજ અને મહાબળેશ્વર જેવા ઘાટ ઉપર આવેલા પ્રવાસન સ્થળોએ અતિભારે વરસાદની આગાહી થઈ છે access_time 7:38 pm IST

  • લાકડીયા રેલ્વે ફાટક પાસે 16 ગાયો આવી જતા 13ના મોત: ત્રણ ઘાયલ : ઘાયલને ભચાઉ પશુ કેન્દ્દ માં સારવાર મોકલાયા access_time 11:08 pm IST