Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

બળાત્કાર-એટ્રોસીટીના કેસમાં આરોપી શિક્ષકની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા.૧૭: બળાત્કાર અને એટ્રોસીટી એકટના ગુનામાં આરોપી શીક્ષકના આગોતરા જામીન મંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે રહેતા અને શીક્ષક તરીકેની ફરજ બજાવતા પ્રભાતભાઇ હાથીભાઇ મકવાણા સામે મહીલા ફરીયાદીએ ઇન્ડીયન પિનલ કોડની કલમ-૩૭૬,૩૭૬(૨)(એફ)(કે), ૪૦૬,૪૨૦,૫૦૬, તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૨)(૫), ૩(૨)(૫-એ) હેઠળ બળાત્કાર તથા અસ્ટ્રોસીટીના ગુન્હાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલી હતી.

આ ફરીયાદમાં આ ગુન્હા સંદર્ભે પોલીસ ધરપકડ કરવાની દહેશત હોય જેથી આ કામના આરોપીએ રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કોર્ટમાં તેના વકીલ મારફત આગોતરા જામીનની અરજી કરેલ હતી. જે અરજીમાં પ્રથમ દર્શનીય રીતે ગુન્હો ન બનતો હોય તથા એટ્રોસીટી એકટના એલીગેસન્સ કાયદા હેઠળ આવતા ન હોવાની આરોપીના વકીલની દલીલ માન્ય રાખી રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી એચ.એમ.પવાર આ કામના આરોપી પ્રભાતભાઇ હાથીભાઇ મકવાણાના આગોતરા જામીન મંજુર કરતો હુકમ કરેલ છે આ કામમાં આરોપી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી.ફળદુ રોકાયેલા હતા.

(3:49 pm IST)