Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સ્ટેટ લેવલની સબજુનિયર કેડેટ જુડો ચેમ્પિયનશીપમાં રાધિકા મહેતાને સિલ્વર મેડલ

રાજકોટ : તાજેતરમાં યોજાયેલ ગુજરાત સ્ટેટ સબ જુનિયર એન્ડ કેડેટ જુડો ચેમ્પિયનશીપમાં રાધિકા મહેતાએ શાનદાર દેખાવ કરી સિલ્વર મેડલ હાંસલ કર્યુ છે. તેઓએ ૭૫ કિ.ગ્રા.થી વધુની વેઈટ કેટેગરીમાં આ સિદ્ધિ મેળવી છે. રાધિકા એસ.એન.કે. સ્કુલમાં ધો.૯માં અભ્યાસ કરે છે. તેઓના પિતા અને ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ મહેતા અને સમગ્ર પરિવારજનોએ શુભેચ્છા પાઠવી છે. રાધિકાને કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડમેડાલીસ્ટ મારીયા ડિસોઝાના હસ્તે મેડલ આપવામાં આવેલ. તેઓને કોચ ભાર્ગવભાઈ અને ભુષણભાઈ તાલીમ આપી રહ્યા છે. તસ્વીરમાં સિલ્વર મેડાલીસ્ટ રાધિકા મહેતા સાથે પિતા જીતુભાઈ મહેતા (મો.૯૪૨૬૨ ૫૦૭૧૧), માતા યોગીનીબેન મહેતા તેમજ કોચ ભાર્ગવભાઈ અને ભૂષણભાઈ તથા મારીયા ડીસોઝા નજરે પડે છે.

(10:34 am IST)