Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

૨૦ લાખના માલની ખરીદી પેટે આપેલો ચેક પાછો આપી દેવા વેપારીની વેપારીને ધમકી

છોટુનગરના કપડાના વેપારી અશોક લાખાણીની કમલેશ રતલાણી સામે ફરીયાદ

૨ાજકોટ, તા.૧૭:રૈયા રોડ પર છોટુનગરમાં રહેતા કપડાના વેપારી પાસે ૨૦ લાખના માલ ખરીદી પેટે આપેલો ચેક પાછો આપી દેવા પ્રશ્ને કમલેશ જવાહરલાલ રતલાણીએ ધમકી આપતા વેપારીએ પોલીસ કમિશ્નરને લેખીત ફરીયાદ કરી છે.

મળતી વિગત મુજબ છોટુનગર શેરી નં.૪ માં રહેતા અશોકભાઇ લાખાણીના પત્ની શોભનાબેને પોલીસ કમિશ્નરને કરેલી અરજીમાં જણાવ્યુ છે કે, પતિ અશોકભાઇ લાખાણી દીવાનપરા, કોટક શેરી નં.૪ ના ખૂણે દ્વારકાધીશ કોમ્પલેક્ષમાં 'શ્રી સાંઇ ફેશન' નામની દુકાન ધરાવે છે. આશરે ત્રણ મહિના પહેલા કમલેશ જવાહરલાલ રતલાણી નામના કાપડના વેપારીએ પતિ અશોકભાઇ પાસે ૨૦ લાખનો માલ ખરીદ કરી તે પેટે ૨૦ લાખનો ચેક આપ્યો હતોે. ત્યારબાદ કમલેશ રતલાણી ૨૦ લાખનો ચેક પરત માંગી કોર્ટમાં કેસ કે કોઇ પણ જાતની કાર્યવાહી કરીશ તો તને અને તારા પતિ તથા બાળકોને હતા ન્હોતા કરી નાખીશ. અને રાજકોટમાં મારી પાસે માથાભારે શખ્સો સાથે બેઠક છે' તને રાતોરાત ઉપાડી જવાની ધમકીઓ આપી માનસીક ત્રાસ આપે છે. અને રૃપિયા પચાવી જઇશ તમારાથી કંઇ થતુ હોય તે કરી લેજો' તેમ કહી અવારનવાર પરેશાન કરે છે. અને તારા પુત્રને સ્કૂલેથી ઉઠાવવાની ધમકી આપે છે. આથી આ શખ્સ સામે પગલાં લેવા માટે શોભનાબેન લાખાણીએ પોલીસ કમિશ્નરને અરજી કરી છે.

(5:10 pm IST)