Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જિલ્લા પંચાયતમાં પ૮ કારકુન અને ૯૩ તલાટીઓની ભરતી માટે કાર્યવાહી

રાજકોટ તા. ૧૭ :જિલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્વારા વર્ગ-૩ ની જુનિયર કલાર્ક અને તલાટી કમમંત્રીની જગ્યા માટે જાહેર ખબર બહાર પાડી ભરતીની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કલાર્કની પ૮ અને તલાટીઓની ૯૩ જગ્યાઓ માટે ભરત પ્રક્રિયા શરૃ થઇ છે જેમાં લઘુતમ શૈક્ષણિક લાયકાત ધો.૧ર પાસ છ.ે કાલેતા.૧૮ સપ્ટેમ્બરથી ૮ ઓકટોબર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

નવી ભરતી પછી જિલ્લા પંચાયતમાં તલાટીઓના કુલ સંખ્યાબળ પ૭રની સરખામણીએ લગભગ જગ્યાઓ ભરાઇ જશે પ૮ જુનિયર કલાર્કની ભરતી પછી તે કેડરમાં માત્ર પ૦ થી ૬૦ જગ્યાઓ જ ખાલી રહેશે.

(5:09 pm IST)