Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અખિલ મચ્‍છુ કઠીયા સઈ સુતાર (દરજી) જ્ઞાતિનો વિદ્યાર્થી સન્‍માન સમારોહ

 રાજકોટ : અખિલ મચ્‍છુ કઠીયા સઈ સુતાર (દરજી) સમાજ શૈક્ષણિક ટ્રસ્‍ટ દ્વારા હેમુગઢવી હોલમાં જ્ઞાતિના તેજસ્‍વી વિદ્યાર્થીના સન્‍માન માટેનો અગિયારમો સત્‍કાર સમારંભ યોજાઈ ગયેલ. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન ધનસુખભાઈ ભંડેરી, તેમજ જ્ઞાતિ અગ્રણી વિનોદભાઈ પીઠડીયા, જ્ઞાતિ પ્રમુખ રાજકોટ દુર્લભજીભાઈ વાઘેલા, જૂનાગઢ ભવના મેનેજીંગ ટ્રસ્‍ટી કેતનભાઈ પરમાર, જયેશભાઈ પીઠડીયા, કમલેશભાઈ ટંકારીયા, ડો.જયસુખભાઈ મકવાણા, મયુરભાઈ ટંકારીયા, જામનગર પ્રમુખ તથા જ્ઞાતિ અશોકભાઈ મકવાણા વિ.ઉપસ્‍થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા ટ્રસ્‍ટના પ્રમખ દિપકભાઈ પીઠડીયા, ઉપપ્રમુખ સુરેશભાઈ મકવાણા, મંત્રી જીતુભાઈ પીઠડીયા, ખજાનચી મનુભાઈ તેમ ટ્રસ્‍ટના દરેક કમીટી સભ્‍યએ જહેમત ઉઠાવી હતી

(4:09 pm IST)