Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભકિતનગર સર્કલે દેશભકિતના માહોલ સાથે ભકિતમય વાતાવરણ

રાજકોટઃ ધર્મરક્ષક પરિષદ દ્વારા આયોજીત પ્રિન્સ ઓફ કૈલાસ શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી ગણપતિ દાદાની મહાઆરતીમાં ભકતજનો આરતીનો લાવો લઇ ભાવિકો ધન્યતા અનુભવે છે. ગઇકાલે 'યે શામ શહીદો કે નામ' દેશભકિત ગીતની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ, સાથોસાથ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલબિહારી વાજપેયજીની માસીક પૂર્ણ તિથિ નીમીતે વાજપેયજીને શ્રધ્ધા સુમન પુષ્પાંજલી ોઅને તેમની કવિતાઓનું પઠન કરી શ્રધ્ધાંજલી આપેલ. આ મહોત્સવમાં દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો સોમગીરી ગોસ્વામી, પ્રફુલગીરી ગોસ્વામી, દિપકગીરી ગોસ્વામી, અશ્વિનગીરી ગોસ્વામી, રાજેશપુરી ગોસ્વામી સહિતના મહાનુભાવો તેમજ વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર શ્રીમતિ અનિતાબેન ગોસ્વામી, સેજલબેન લુણાગરીયા, પુજાબેન ગોસ્વામી, ડો. ધરતીબેન સાકરીયા, પૂનમબેન ટીંબડીયા, હેમાંશી કમાણી, સોનીયાબેન ગોસ્વામી, શોભનાબેન ગોસ્વામી, આરતીબેન ગોસ્વામી, કાજલબેન ટાંક, હેતલબેન ગોસ્વામી તેમજ મુકેઢશભાઇ મહેતા, જેસુખભાઇ ગુજરીયા, સહીતના ઉપસ્થિત રહેલ. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા ગૌતમભાઇ ગોસ્વામી, વિજયગીરી ગોસ્વામી, રમેશ ગઢીયા, રાજુ ભાલોડીયા, લલીત પાલા, નરેશ પટેલ, નયન પટેલ, નીશા ચૌહાણ, પ્રશાંત પાદરીયા, એવન ડોબરીયા, મૌલીક ગોસ્વામી, અમિત કમાણી, રવિ બુસા, ધર્મેશ ગોસ્વામી, રાજયભારથી, કૌશીક કાકડિયા, હરેશ જોષી, અવિનાશ વ્યાસ, વિપુલ ગોસ્વામી, રવિ આદકોટીયા, જયપાલ ચાવડા, હાર્દિક ટાંક, કૈલાસગીરી, હેમલ લુણાગરીયા, દેવાંગ રામાણી, મયંક સાકરીયા, અંકીત રામાણી, દિલીપ ટીંબડીયા, જયમીન ટીંબડીયા, રક્ષિત મકવાણા, સતીષ શીંગાળા, દર્શન પંડયા, સતીષ ગમાળા, નિલેશ ડાંગર, મયુર ડાંગર, હીરેન ખીમાણી, મહેન્દ્ર ભાલોડી, મિત પાદરીયા, ચિરાગ ગોસ્વામી, દિપભાઇ રાઠોડ, વત્સલ પટેલ, ચિરાગ પેસીયા, સુનીલ માકાસણા, નેવીલ વઘાસીયા, મૌલીક આટકોટીયા, હિતેષ રાઠોડ, પ્રિન્સ પટેલ, રાજન સીરોયા, ધ્રુવ કાકડીયા, ધનંજય ડોબરીયા, હિરેન પટેલ, ભૌતીક આસોદરીયા, હિમાંશુ શીશાંગીયા, નિકેશ કાકડીયા, સાગર સાપોવડીયા, પ્રફુલ પર્વત, જનકપુરી, સાવન ગોસ્વામી, શકિત કાચા, ભાવીન મકવાણા, રૂપેશ ડોડીયા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, મહાવીર ઠકકર, કિશન રામાણી, અવધેશ કાનગડ, કુલદીપ રામાણી, પ્રવીણ રોગલીયા, વિશાલ પટેલ, મિતેષ આટકોટીયા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:38 pm IST)