Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વહીવટની ગતિ વધારવા અનિલકુમાર રાણાવાસિયાનો પ્રયાસ ડી.ડી.ઓ. તાલુકાઓને દ્વાર : ટીમને સાથે રાખીને ગામવાર સમીક્ષા

રાજકોટ, તા. ૧૭: જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ગ્રામીણ ક્ષેત્રના પંચાયતને લગતા પ્રશ્નો હલ કરવા તેમજ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તાલુકાવાર પ્રવાસ કરવાનું નક્કી કર્યું છે. કોટડાસાંગાણી, જસદણ, વિંછીયા સહિત ત્રણ તાલુકાઓનો પ્રવાસ પૂરો કર્યો છે. બાકીના ૮ તાલુકાઓનો પ્રવાસ દિવાળી પહેલા પૂરો કરવાની તેમની ગણતરી છે. કુપોષિત બાળકોને પોષિત કરવા માટે તલાટીઓને ઘરે-ઘરેથી માહિતી મેળવવા સૂચના અપાયેલ છે. ડી.ડી.ઓ. સબંધિત અધિકારીઓને સાથે રાખીને તાલુકા મથકે બેઠક યોજે છે. દરેક ગામના તલાટી, મંત્રીને હાજર રાખી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. સરકારની યોજનાઓની સફળતા, લોકોનો પ્રતિસાદ, અમલીકરણમાં મુશ્કેલી વગેરે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રે કામ કરતા જવાબદાર લોકો સાથેનો સીધો સંવાદ ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારી માટે ખૂબ ઉપયોગી થશે તેવી વહીવટી તંત્રને આશા છે. (૮.૯)

 

(12:27 pm IST)