Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સ્વામી લીલાશાહ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન

સ્વામી લીલાશાહ સેવા ટ્રસ્ટ અટલ બીહારી બાજપાઇ હોલ, પેડક રોડ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૧ થી ૧ર અને ડિગ્રી ડિપ્લોમાં અભ્યાસ કરતા આશરે રપ૦ વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ અને ઇનામો આપી સન્માન કરવામાં આવેલ. જ્ઞાતિના ભગત મુલચંદભાઇ વારડે અને ટ્રસ્ટના પ્રમુખ ગિરધારીભાઇ છાટબાર, ઉપ-પ્રમુખ ચત્રભુજભાઇ જાનીયાણી, સેક્રેટરી પ્રકાશભાઇ કેરીયા, ખજાનચી મણીલાલ ખત્રી, ટ્રસ્ટી ચંદરામ ખુવા અને ટ્રસ્ટી ભગવાનજીભાઇ સોરઠીયા વગેરે ઉપસ્થિત રહેલ. સન્માન સમારોહનું સમાપન કાર્યક્રમમાં અતીથી વિશેષ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહેલ કાર્યક્રમમાં વિશેષ સહયોગ સ્વામી લીલાશાહ સેવા મંડળ અને સિંધી બ્રહ્મ ખત્રી મહિલા મંડળનો રહ્યો હતો.

(3:42 pm IST)