News of Thursday, 17th May 2018

મેઘવાળ સમાજના સમુહલગ્નઃ ૨૧ દિકરીઓના પ્રભુતામાં પગલા

રાજકોટઃ અલમીન માનવ સેવા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે મેઘવાળ સમાજના સાતમાં સમુહલગ્નનું આયોજન કરાતા ૨૧ દિકરીઓએ સુખી સંસારની કેડીએ પગલા પાડ્યા હતા. સંતો- મહંતો અને સમાજ અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવવિવાહીતોને આશીર્વાદ આપેલ. તમામ કન્યાઓને દાતાઓના સહયોગથી જીવનજરૂરી વસ્તુઓ કરીયાવર સ્વરૂપે અપાઈ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક પ્રમુખ વશરામભાઈ સાગઠીયા, બિપીનભાઈ કે.સાગઠીયા, કાર્યાલય કમીટિ, હિરાલાલ બી.પરમાર, નરેશભાઈ જે.પરમાર, વશરામભાઈ ચાંડપા, અરવિંદભાઈ મુજકીયા, વિનુભાઈ પરમાર, બાબુભાઈ ડાભી, નરેશભાઈ પરમાર, જગદીશભાઈ કે.ડાંગર, હેમંતભાઈ સોઢા, સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં મેઘવાળ સમાજના નવવિવાહિત યુગલો અને આશીર્વચનો આપતા સંતો મહંતો- આગેવાનો નજરે પડે છે.

(4:02 pm IST)
  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST