Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ભાજપમાં પાયાનાં કાર્યકરોની યોગ્ય કદર કરાઇ છે : કાનગડ

રામભાઇ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને રાજ્યસભામાં ઉમેદવાર તરીકે પસંદ થતાં પૂર્વ મેયર ઉદય કાનગડે અભિનંદન પાઠવ્યા

રાજકોટ,તા. ૧૭: રાજયસભાની ગુજરાતની ખાલી પડેલ બે સીટ પર ભારતીય જનતા પક્ષ તરફથી રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ પ્રજાપતિને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, તેને આવકારતા રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, ભારતીય જનતા પક્ષ દ્વારા હર હંમેશ પક્ષના પાયાના કાર્યકરો અને પક્ષને સમર્પિત લોકોની યોગ્ય કદર કરવામાં આવે છે.

શ્રી કાનગડે જણાવ્યું હતુ કે , તાજેતરમાં રાજયસભાની બે સિટો ખાલી પડેલ છે, તેના ઉપર ભારતીય જનતા પક્ષ દ્વારા રામભાઈ મોકરીયા અને દીનેશભાઈ પ્રજાપતિને  ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવેલ છે. રામભાઈ મોકરીયા વર્ષો થી પક્ષના એક નિષ્ઠાવાન કાર્યકર અને આગેવાન તરીકે લોક સેવા કરી રહ્યા છે, મારુતી કુરિયરનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક તેઓ ધરાવે છે. રાજયમાં કોઈ પણ આપતીના સમયમાં તેઓએ  નોંધનીય સેવા કરેલ છે, તો દિનેશભાઈ પ્રજાપતિ પણ પક્ષની વિચારધારાને વરેલા સનિષ્ઠ આગેવાન છે. અંતમાં ઉદય કાનગડએ આ બંને આગેવાનોને રાજયસભામાં ઉમેદવાર તરીકે નિયુકત થવા બદલ અભિનંદન પાઠવેલ છે.

(2:52 pm IST)
  • ભારતમાં ૨૪ કલાકમાં કુલ કોરોના કેસ ૧૧,૦૦૦ નોંધાયા જ્યારે જ્યારે કેરળમાં પાંચ હજાર અને મહારાષ્ટ્રમાં ૩૬૦૦ કેસ નોંધાયા: દેશમાં કુલ કોરોના કેસના ૭૫ ટકા કેસો આ બે રાજ્યોમાં નોંધાયા છે access_time 12:35 pm IST

  • ૨૨ પ્રધાનો અને ૧૧૦ સાંસદો મેદાનમાં ઉતારશે ભાજપ : આગામી એપ્રિલ મહિનામાં આવી રહેલ પશ્ચિમ બંગાળની જબરદસ્ત રસાકસીવાળી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે તેના ૨૨ જેટલા કેન્દ્રીય પ્રધાનોને બંગાળમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં ૧૧૦ જેટલી મહત્વની બેઠકો અલગ તારવી છે અને આ બેઠકો માટે સાંસદ સભ્યો પણ નક્કી કરવામાં આવ્યા છે જે આ બેઠકો માટે પ્રચાર કાર્ય કરશે અને છેવટ સુધી પશ્ચિમ બંગાળમાં કેમ્પ કરી રોકાશે. access_time 2:53 pm IST

  • ટુલકિટ કેસ શાંતનું બાદ નિકિતાને પણ રાહતઃ બોમ્બે હાઇકોર્ટે આપ્યા ટ્રાન્ઝિટ જામીનઃ ત્રણ દિવસ માટે સ્ટે access_time 4:19 pm IST