Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જેસીઆઇ રાજકોટ પ્લેટીનમ ઇન્સ્ટોલેશન સેરેમનીઃ પ્રથમ મહિલા પ્રમુખ અનિષા મચ્છર અને સેક્રેટરી હિના માકડીયા

રાજકોટઃ જેસીઆઇ રાજકોટ પ્લેટીનમની ૭મી ઇન્સ્ટોલેશન સેરેમની નવજીવન હોલ, કાલાવાડ રોડ, ખાતે યોજાયેલ હતી. સ્થાપક પ્રમુખ બિપીન માકડીયાના વડપણ અને માર્ગદર્શન હેઠળ જેસીઆઇ રાજકોટ પ્લેટીનમની ઇન્સ્ટોલેશન સેરેમની શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઇ હતી. નવા વરાયેલા પ્રથમ મહિલા પ્રમુખ અનિષા મચ્છર, સેક્રેટરી હિના માકરીયા, વાઇસ પ્રેસિડેન્ટ મેનેજમેન્ટ દર્શિત ભેસદડિયા, વાઇસ પ્રેસિડેન્ટ ટ્રેઇનીંગ યાસીન દોઢીયા, વાઇસ પ્રેસીડેન્ટ કમ્યુનીટી ધારા માકડીયા, વાઇસ પ્રેસિડેન્ટ બિઝનેશ વજુ જાદવ, વાઇસ પ્રેસિડેન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જાનકી કનેરીયા, ટ્રેઝરર ભરત માકડિયા, એડીટર દિનેશ પોશીયા, પી આર ઓ મિલન માકડિયા, જોઇન્ટ સેક્રેટરી નીપા ભેસદડીયા, ડાયરેકટર્સ રમેશ ભેસદડીયા, કિરીટ અમૃતીયા, શ્યામલ માકડિયા, બંસી માકડિયા, મૌલિક નાયક, વિશાલ કનેરીયા અને ધર્મેન્દ્ર રાંકના વિધિવત શપથવિધિ પાસ્ટ ઝોન સેક્રેટરી અને સ્થાપક પ્રમુખ એવા ઇન્સ્ટોલીંગ ઓફિસર બિપીન માકડિયા દ્વારા કરવામાં આવી હતી. ૨૦૧૮ વર્ષના પ્રમુખ પાર્થ કનેરીયા અને એની ટીમે ૨૦૧૯ની આખી ટીમને અભિનંદન આપેેલ. ૫ાસ્ટ પ્રેસિડેન્ટસ અક્ષય માંજરા વાલા, ભરત ભેસદડીયા અને રાકેશ માકડિયાની હાજરી માર્ગદર્શક રહી હતી. આ સમારોહમા મુખ્ય મહેમાન ઝોન ૭ પ્રમુખ સતીષ કોયાણી, કીનોટ સ્પીકર પાસ્ટ નેશનલ ડાયરેકટર રાજીવ મકવાણા, ગેસ્ટ ઓફ ઓનર ગીરીશ ચંદારાણા, પાસ્ટ નેશનલ ડાયરેકટર અશ્વિન ચંદારાણા, ઊમાકાન્ત જોષી, ઝોન ઓફિસર્સ નિતીન ધાંધર, અજય રાદડિયા, વિનોદ કપુપરા, કેતન ચોલેરા, રાજકોટ યુવાના પાસ્ટ પ્રસિડેન્ટ મિતેષ પટેલ, રાજકોટ યુવાના પ્રમુખ રચના રૂપારેલ, રાજકોટ યુવાના ફાઉન્ડર ચેરપર્સન જેસીરેટ શિલુ ચંદારાણા, જેતપુર રોયલના પ્રમુખ જેસી જયેશ વેકરીયા તથા સી આઇ આઇ સેક્રેટરીઅટ વેસ્ટર્ન ગુજરાત ઝોન જયેશભાઇ પારેખ ઊપસ્થિત રહ્યા હતા.(૨૨.૮)

(3:56 pm IST)