Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કોંગ્રેસે ઉમેદવાર ગુમાવ્યા તે માટે કાર્યકારી પ્રમુખની અણઆવડત જવાબદાર : પાણેરી

રાજકોટ તા. ૧૭ : કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવાર ભાજપમાં ભળી ગયા તેમાં શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની અણઆવડત છતી થઇ હોવાનું પ્રદેશ કોંગ્રેસ વિચારધારાના પૂર્વ સંગઠનમંત્રી તુષિત પાણેરીએ એક યાદીમાં જણાવેલ છે.

તુષિત પાણેરીએ અફસોસ વ્યકત કરતા જણાવેલ છે કે ખરેખર ઉમેદવારની પસંદગી વખતે બધી બાબતોનો ખ્યાલ રાખવાની જવાબદારી સુપેરે ન નિભાવવામાં આવી એટલે આ વખત આવ્યો છે. આ માટે કાર્યકારી પ્રમુખ જ દોષિત માનવા રહે. તેમના આપખુદ શાહી વલણનો સૌ કોઇને અનુભવ થઇ ચુકયો છે. મને પણ માત્ર લેટરપેડમાં હોદાની થોડી ભુલના કારણે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયો ત્યારે જ મેં તેમની નીતિ રીતીઓનો અનુભવ કરી લીધો હતો.દિવાળી પહેલા પણ મેં કેટલાક મુદ્દે ખુલાસો કર્યો હતો. જેને ધ્યાને લેવાયા હોત તો કોંગ્રેસે આ દિવસો જોવાનો વખત ન આવ્યો હોત. આજે પણ હું મનથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો જ છુ અને તેનું હિત હંમેશા વિચારતો રહીશ. તેમ તુષિત પાણેરી (મો.૯૪૨૭૨ ૪૨૨૫૩) એ યાદીના અંતમાં જણાવેલ છે.

(3:56 pm IST)