Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મુમુક્ષુ મોનાલીબેનની શોભાયાત્રાઃ વર્ષીદાન સાથે દીક્ષાર્થીને વધાવાયાઃ કથા સુત્રનું વિમોચન

રાજકોટ,તા.૧૭: જૈનાચાર્ય પૂ.શ્રી જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે પૂ.શ્રી ધીરગુરૂ દેવની નિશ્રામાં મુમુક્ષુ મોનાલીબેન સંઘવીની શોભાયાત્રા આદિનાથ નગરીમાં પૂર્ણ થયા બાદ વર્ષીદાનની મહત્તા સમજાવ્યા બાદ શ્રાવક આવશ્યક સૂત્ર- અંગ્રેજી પુસ્તકની અર્પણ વિધિ પારૂલબેન ઉર્વિશભાઈ વોરાના હસ્તે અને જીવદયા કળશનો લાભ જીતુભાઈ ઘેલાણી (અમેરીકા)એ લીધેલ.

બપોરે સાંજી અને કવલવિધિમાં સેંકડો બહેનો જોડાયા હતા. સુશોભન સ્પર્ધાના વિજેતાઓને સુશીલાબેન ઈન્દુબાઈ બદાણી તરફથી ઈનામ એનાયત કરાયા હતા. સાતાકારી પાટ વિતરણનો ૨૭ ભાવિકોએ લાભ લીધેલ.આજે ગુરૂવારે સવારે જીતુભાઈ બેનાણીના નિવાસેથી શોભાયાત્રા અને ડુંગર દરબાર, પ્રમુખ સ્વામી સભાગૃહમાં ૯:૩૧ થી દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. કાલે તા.૧૮ના શુક્રવારે ગોપાલ ચોક ખાતે શિવાલીક બિંલ્ડીંગ સામે, વસંતબેન પ્રવીણચંદ્ર પારેખ- ઉપાશ્રયનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. પૂ.નમ્રમુનિજીએ શાસનના કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરેલ.

(3:43 pm IST)