Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

યુવતિ ઉપર વારંવાર બળાત્કાર ગુજારવા અંગે આરોપીની આગોતરા જામીન અરજી રદ

નશીલો પદાર્થ પીવડાવી ફોટા વાયરલ કરવા ધમકી આપી

રાજકોટ તા.૧૭: નશીલો પદાર્થ પીવડાવી ફોટા બિભત્સ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી બળાત્કાર ગુજારવાના કેસમાં આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરી હતી.

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ગુન્હા મુજબ દિલીપ ઉર્ફે ડી.કે.શામળદાસ દેસાઇ (રબારી) તેમજ ચેતન લાખાભાઇ ભરવાડ વિરૂધ્ધ આઇ.પી.સી.કલમ ૩૭૬,૩૨૮,૪૫૨,૫૦૬,૫૦૭, ૨૨૩ મુજબ તા.૧૨-૧૨-૨૦૧૮ના રોજ નોંધાયેલ ગુન્હાના કામે આરોપી નં.૨ ચેતન લાખાભાઇ ભરવાડે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી.

આ કામના આરોપી નં.૧નાએ લગ્ન કરવાની લાલચ આપી પીડીતા સાથે ૯ માસ સુધી શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારેલ જે આરોપી નં.૧ના આગોતરા જામીન અરજી મંજુર થતા આરોપી નં.૨ ચેતન લાખાભાઇ ભરવાડે જામીન અરજી દાખલ કરેલ પરંતુ બન્ને આરોપીના ગુન્હાના કામે ગુણદોષ ધ્યાને લઇ આરોપી ચેતન લાખાભાઇ ભરવાડે ફરિયાદીની માનસિક પરિસ્થિતિનો લાભ ઉઠાવી સીગારેટમા નશીલો પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજારેલ. ત્યારબાદ તે અંગેના ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી ૬ થી ૭ વખત બળાત્કાર કરતા સરકારશ્રી તરફે એડવોકેટ બી.એ.રવેશીયાની દલીલ તેમજ મુળ ફરિયાદીએ રજુ કરેલ સોગંદ ઉપર વાંધા જવાબને ધ્યાને લઇ અરજદાર આરોપી ચેતન લાખાભાઇ ભરવાડની આગોતરા જામીન અરજી એડી.સેસન્સ જજ શ્રી એચ.એન.પવાર નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે સરકારશ્રી તરફે એ.પી.પી.તરીકે બીનલબેન એ.રવેશીયા તેમજ મુળ ફરિયાદી તરફે એડવોકેટ સમીર કે.છાયા રોકાયેલ હતા.

(3:38 pm IST)