Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડ સૌરાષ્ટ્રમાં તેની પહોંચ વિસ્તારશે

રાજકોટ તા. ૧૭: પરાગ પરીખ ફાઇનાન્શિયલ એડવાઇઝરી સર્વિસીસ પ્રા. લિ. પ્રાયોજિત પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડે ગ્રાહકો, વિતરકો, આઇએફએ અને વિતરક સંગઠન સાથે નિયમિત સહભાગ થકી સૌરાષ્ટ્ર પ્રદેશમાં તેની પહોંચ વિસ્તારવાનો નિર્ણય લીધો છે. હાલમાં ગુજરાત ફંડ હાઉસ માટે કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ની દૃષ્ટિથી ચોથી સૌથી વિશાળ બજાર છે.પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડના ચેરમેન અને સીઇઓ નીલ પરાગ પરીખે જણાવ્યું હતું કે, ગુજરાત નજીકના ભવિષ્યમાં પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડ માટે ટોચની ત્રણ બજારમાંથી એક રહેશે. ગુજરાતમાં રોકાણકારોનું મૂળ વેપાર સમજે છે અને અમારી વેલ્યુ ઇન્વેસ્ટિંગ ફિલોસોફી સાથે સુમેળ સાધે છે. અમે અમારી વેપાર કામગીરીમાં પ વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ અને પ વર્ષનો ટ્રેડ રેકોર્ડ બનતાં વધુને વધુ લોકો અમારી સાથે સહભાગી થશે.

(4:28 pm IST)