Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

લેપટોપ ચોરીના ગુનામાં આરોપીને છ વર્ષની સજા

આરોપી ગુનાહિત માનસ ધરાવે છેઃ ચોરી-ઉપરાંત પોસ્ટ ઓફીસના ચોકીદારની હત્યામાં પણ સંડોવાયેલ છેઃ સરકારી વકીલ અતુલ પટેલની દલીલો કોર્ટે સ્વીકારીઃ જયુ. મેજી. રાજપુત મેડમનો ચુકાદો

રાજકોટ તા. ૧૭: અત્રે મુખ્ય પોસ્ટ ઓફીસ પાસે આવે લ કેયુર કોમ્પલેક્ષમાં કર્મવીર એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરતાં ફરીયાદી છત્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની ઓફીસમાંથી લેપટોપની ચોરીના ગુનામાં પકડાયેલ સદરમાં ઇગલ પેટ્રોલ પંપ પાસે રહેતા દિપ યુસુફ ઉર્ફે બટુક ખીરાલી સામેનો કેસ ચાલી જતાં જયુ. મેજી. શ્રી બી. આર. રાજપુત મેડમે આરોપીને છ વર્ષની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ર૯-૪-૧૭નાં રોજ ફરીયાદીની ઉપરોકત સ્થળે આવેલ ઓફીસમાંથી આરોપી દિપ યુસુફ ઉર્ફે બટુક ખીરાણીએ લેપટોપની ચોરી કરી હતી.

આ બનાવ અંગે પોલીસે ુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. આ કેસ ચાલતા સરકારી વકીલ અતુલ પટેલે રજુઆત કરેલ કે, આરોપી ગુનાહિત માનસ ધરાવે છે. તેની સામે રિક્ષા ચોરી ઉપરાંત પોસ્ટ ઓફિસમાં ચોરી કરવાના ઇરાદે ઘુસી ચોકીદારની હત્યા કરવાનો પણ ગુનો નોંધાયેલ છે. હાલના બનાવમાં આરોપી વિરૂધ્ધ ચોરીનો ગુનો પુરવાર થતો હોય આરોપીને સજા કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને જયુ. મેજી. શ્રી રાજપુતે આરોપીને ફોજદારી કાર્યસંહિતાની કલમ ૩૮૦ હેઠળ છ વર્ષની સજા અને ૧૦ હજારનો દંડ તેમજ કલમ ૪પ૪ હેઠળ ૩ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ તેમજ કલમ ૪પ૭ હેઠળ પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી અતુલભાઇ પટેલ રોકાયા હતાં.

(4:16 pm IST)