Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

યાર્ડમાંથી હોન્ડા ચોરનાર રણજીતને પકડી લેતી બી-ડિવીઝન પોલીસ

રાજકોટઃ માર્કેટ યાર્ડના બકાલા વિભાગમાંથી ૧૨મીએ પડધરીના નારણકા ગામના ખેડુત કિશોરભાઇ બાલુભાઇ સોલંકી (કોળી)નું હોન્ડા જીજે૩જેબી-૦૪૬૬ રૂ.  ૨૫ હજારનું ચોરાઇ ગયું હતું. આ બાઇક બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પેટ્રોલીંગ દરમિયાન પી.એસ.આઇ. એમ. એમ. ઝાલા, પી. બી. જેબલીયા, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. મનોજ મકવાણા, હંસરાજભાઇ ઝાપડીયા, કુલદીપસિંહ ચુડાસમા અને હોમગાર્ડ રાહુલ ઝાલાએ શોધી કાઢી ઉઠાવગીર માધાપર દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે રહેતાં રણજીત અરજણભાઇ જાખલીયા (કોળી) (ઉ.૩૦)ને પકડી લીધો છે.

(4:15 pm IST)