Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા ક્રિકેટ અને ખો ખો ટૂર્નામેન્ટ

 રાજકોટઃ સામા કાંઠે બ્રાહ્મણીયા પરા, સંત કબીર રોડ પર આવેલ સહકાર, સેવા અને સંગઠનના ધ્યેયથી કાર્યરત પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી રકતદાન, ચક્ષુદાન, થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન, રાહતદરે નોટબુક વિતરણ, પુસ્તક સહાય, તેજસ્વી વિદ્યાર્થી સન્માન પુરસ્કાર, શૈક્ષણિક સ્પર્ધાઓ માર્ગદર્શન, રમત-ગમત પ્રવૃતિ, વિવિધ ઉત્સવોની ઉજવણી, રાહતભાવે અનાજ ખાંડ વિતરણ, વૃધ્ધાશ્રમમાં વિનામુલ્યે દવા, સારવાર જેવી સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાવામાં આવે છે. જે અંતર્ગત રમત-ગમત ક્ષેત્રે વિદ્યાર્થી ભાઈઓ- બહેનોને પ્રોત્સાહીત કરવા પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા સ્વ.મઝહર ધનકોટ તથા સ્વ.ભુપતસિંહ ચૌહાણ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા સ્વ.રિધ્ધીબેન કરશનભાઈ મેતા તથા સ્વ.લીલાબેન ગોરધનભાઈ રૈયાણીની સ્મૃતિમાં ભાઈઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ તથા બહેનો માટે ખો-ખો સ્પર્ધાનું તાજેતરમાં આયોજન કરવામાં આવેલ. ક્રિકેટ ટુર્નામેન્ટમાં નિલકંઠ માધ્યમીક શાળા તથા મારૂતી મધરલેન્ડ સ્કુલ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ જતા નિલકંઠ માધ્યમીક શાળાનો ભવ્ય વિજય થયો હતો. નિલકંઠ સ્કુલના વિદ્યાર્થી વિશાલ કુકડીયાએ ૪૪ રન તથા ૧૧ વિકેટ સાથે મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ હાસલ કર્યો હતો. તેમજ બહેનો માટે ખો-ખો સ્પર્ધામાં ફાઈનલમાં ભુષણ સ્કુલ તથા શારદામણી સ્કુલ વચ્ચે ખેલાયેલ. જેમા ભુષણ સ્કુલ ચેમ્પીયન બનેલ. ક્રિકેટ તથા ખો-ખો માં ચેમ્પીયન- રનર્સઅપ ટીમને પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા 'પુરૂષાર્થ ટ્રોફી', રોકડ પુરસ્કાર, ટ્રાવેલીગ બેગ, ટીશર્ટ, વોટરબેગ, તેમજ ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર દાતાઓ સર્વેશ્રી આર.ટી.ધનકોટ, કિરીટીસિંહ ચૌહાણ, કરશાભાઈ મેતા(પી.આઈ.) તથા ગોરધનભાઈ રૈયાણી તરફથી એનાયત કરવામાં આવેલ. ક્રિકેટ તથા ખો-ખો સ્પર્ધાના ફાઈનલ મેચ તથા ઈનામ વિતરણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, દાતાઓ આર.ટી. ધનકોટ, કિરીટસિંહ ચૌહાણ, ધવલભાઈ મેતા, પૂર્વ મામલતદાર એસ.વી.ડોડીયા, કેયુરભાઈ ડોડીયા, દિનેશભાઈ લોખીલ, એ.એસ.આઈ.મિતલબા ઝાલા, પરીમલભાઈ પરડવા, કૌશીકભાઈ રૂપાપરા, જયંતીભાઈ જાની, નાથાભાઈ સંઘાણી, રઘુભાઈ કુકડીયા, મનોજસિંહ ડોડીયા, ડી.પી. વીરડીયાના ઉપસ્થિત રહેલ. સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ રાઠોડે કરેલ. આભારવિધિ રૂપસિહભાઈ ચૌહાણ તથા કોમેન્ટરી હરેશભાઈ પરમારે તેમજ ચિરાગ રાઠોડે કરેલ. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સંસ્થાના સર્વે કારોબારી સદસ્યોએ જહેમત ઉઠાવેલ.

(3:58 pm IST)