Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પાણી સહિતની મિલાવટવાળા દૂધ-દહીંના ત્રણ નમૂના નાપાસ

ક્રિષ્ણા ટી-સ્ટોલ - પંચવટી રોડ અને શિવશકિત ડેરી ફાર્મ, લાખેશ્વર રોડના દૂધમાં ફેટ ઓછું નિકળ્યુઃ સ્વરાજ તાજા દહીમાં પણ ફેટ ઓછું નિકળતા ગુજરાત સરકારની લેબોરેટરીએ નમૂનાઓ નાપાસ કર્યાઃ હવે ફોજદારીની તજવીજ

રાજકોટ તા. ૧૭ : મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે વિવિધ ડેરી ફાર્મ, ટી-સ્ટોલમાંથી દુધ - દહીંના નમૂનાઓ લઇ ગુજરાત સરકારની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા જે તમામ નાપાસ થતાં આ દુધ - દહીંમાં પાણી સહિતની અન્ય વસ્ચુઓની મિલાવટ હોવાનું ખુલ્યું છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જન આરોગ્યના હિતાર્થે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અન્વયે ૩ જગ્યાએથી લીધેલ નમૂના ફેઇલ થયેલ છે.

જેમાં (૧)  ક્રિષ્ણા ટી સ્ટોલ (અતિથિ ચોક, પંચવટી મેઇન રોડ)માંથી મીકસ દૂધનો નમૂનો - રાણાભાઇ વરૂએ આપેલ જેમાં નેચરલ ફેટ ઓછું હતું. (ર) સૂર્યદિપ ડેરી ફાર્મ (રણુજાનગર શેરી નં.૧, કોઠારીયા રોડ)માંથી સ્વરાજ તાજા દહી (પેક)નો નમૂનો શિવરાજભાઇ સોનારા પાસેથી લેવાયેલ. જેમાં પણ નેચરલ ફેટ ઓછું હતું. (૩) શિવશકિત ડેરી ફાર્મ (લાખેશ્વર સોસાયટી મેઇન રોડ, પેડક રોડ)માંથી મીકસ દૂધનો નમૂનો હિતેષભાઇ સાવલીયા પાસેથી લેવાયેલ જેમાં નેચરલ ફેટ ઓછું હતું. આમ, આ તમામ નમૂનાઓ નાપાસ કરાયા છે. હવે આ બાબતે જવાબદાર વેપારી - ઉત્પાદકો સામે નિયમ મુજબ ફોજદારી ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાશે.

આ બાબતે વિશેષ વિગતો આપતા ડો. રાઠોડે જણાવેલ કે, દૂધ - દહીંમાં નેચરલ ફેટની માત્ર નિશ્ચિત હોય છે. તેનાથી ઓછું ફેટ હોય તો તેની ન્યુટ્રીશ્યન વેલ્યુ ઘટી જાય છે એટલે કે આવા દૂધ-દહીં આરોગ્ય માટે બિનઉપયોગી ફેટવાળા દૂધ - દહીંમાં પાણી તથા અન્ય પદાર્થોની મિલાવી પણ હોય છે.(૨૧.૨૧)

દૂધ ખરીદતા પહેલા

આટલું ધ્યાન જરૂર રાખો

રાજકોટ : નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જાહેર જનહિતાર્થે દૂધની ગુણવત્તા માટે કેટલીક બાબતોનું માર્ગદર્શન આપ્યું છે જે આ મુજબ છે.

   શકય હોય તો લોકોએ ૫ેકડ દૂધનો જ ઉ૫યોગ ક૨વો જોઈએ, ૫ેકેટમાં લેબલ ચકાસવુ જોઈએ જેમાં દૂધના ફેડ, એસ.એન.એફ. જેવી ઈન્ગ્રીડીએન્ટ પ્રોડકશન યુનિટ, યુઝ બાય ડેઈટ, જથ્થાનું પ્રમાણ વિગે૨ે ચકાસીને જ લેવુ.

   પોશ્ચુ૨ાઈઝ દૂધનો જ ઉ૫યોગ ક૨વો.

   છુટક દૂધ વિક્રેતાઓએ તેમેને ત્યાંથી થતા દૂધના વેંચાણ અંગે દૂધનો પ્રકા૨, જેવી કે ગાય, ભેંસ કે અન્ય તેની સ્૫ષ્ટ વિગતનું બોર્ડ મા૨વું ફજીયાત છે.

   દુધ યોગ્ય તા૫માને ૨ાખેલ હોય, તેનો જ ઉ૫યોગ ક૨વો હિતાવહ છે.

   લૂઝ દુધ વેંચાણકર્તાઓએ દૂધના કન્ટેઈન૨ સ્ટેઈનલેસ સ્ટીલ કે અન્ય આ૨ોગ્યપ્રદ વાસણ નો જ ઉ૫યોગ ક૨વો.

   લૂઝ દૂધ કે અન્ય દુધ ગ૨મ ક૨તા વખતે તેમાં ૫ીળા તેલના ટી૫ા દેખાય તો તેમાં વેજીટેબલ ફેટની ભેળસેળ હોઈ શકે છે.

   વાસ મા૨તા, સ્વાદ બદલી ગયેલ દૂધનો ઉ૫યોગ ન ક૨વો.

         ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ભેંસના દૂધમાં ૬% મેલ્ક ફેટ તથા ૯% એ.એન.એફ., ગાયના દુધમાં ૩.૫ % મીલ્ક ફેટ તથા ૮.૫ % એસ.એન.એફ., ઘેટા બક૨ાના દૂધમાં ૩ % મીલ્કફેટ તથા ૭% એસ.એન.એફ. મીકસ દુધમાં ૪.૫ ફેટ તથા ૮.૫ % એસ.એન.એફ. ફુલ ક્રીમ મીલ્કમાં મીલ્ક ફેટ તથા ૯% એસ.એન.એફ. ફ૨જીયાત છે.

(3:35 pm IST)